કુપવાડામાં સુરક્ષા દળોએ ૨ આતંકવાદીઓને ઠાર માર્યા, ઘુસણખોરી કરતી વખતે થયો ભીષણ ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના ગુગલધાર વિસ્તારમાં શનિવારે સવારે સુરક્ષા દળોએ ૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના ગુગલધાર વિસ્તારમાં શનિવારે સવારે સુરક્ષા દળોએ ૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો સહિત ઘણી સામગ્રી જપ્ત કરી છે. સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર આ માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુગલધારમાં એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે સેનાને અહીં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી. ઘટનાસ્થળે પહોંચેલા સેનાના જવાનોએ તેને ઘેરી લીધો હતો. બંને તરફથી ગોળીબાર શરૂ થયો, જેમાં ૨ આતંકવાદીઓ માર્યા ગયા.
સેનાએ જપ્ત કરાયેલા હથિયારો અને અન્ય સામગ્રી પરથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓએ કોઈ મોટું કાવતરૂ ઘડવાની યોજના બનાવી રહ્યા હતા. વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે 4 ઓક્ટોબરે સેનાને કુપવાડામાં માહિતી મળી હતી કે અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે. આ વિસ્તારને તરત જ ઘેરી લેવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ત્યાં થોડી ગતિવિધિ જોઈ અને ફાયરિંગ શરૂ કર્યું. આતંકવાદીઓના પ્રયાસો નિષ્ફળ ગયા.
Read Also CM Yogi Adityanath’s New Claims About Akhilesh Yadav and Shivpal Singh Yadav