સાઉદી અરેબિયાએ રશિયા પાસેથી ખરીદી પેન્ટસિર મિસાઈલ, અમેરિકન પ્રતિબંધોની ન કરી પરવાહ
અગાઉ જ્યારે તુર્કીએ રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી, જે બાદ તેને અમેરિકાના રોષનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાએ તુર્કીને F-35 સ્ટીલ્થ ફાઈટર પ્રોગ્રામમાંથી બાકાત રાખ્યું હતું. હવે સાઉદી અરેબિયા અને મોસ્કો વચ્ચે એક મોટી ડિફેન્સ ડીલ થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે કે સાઉદી અરેબિયાએ અમેરિકાની પરવાહ ન કરીને મોટી ભૂલ કરી છે.
જ્યારે તુર્કીએ રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી, જે બાદ તેને અમેરિકાના રોષનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાએ તુર્કીને F-35 સ્ટીલ્થ ફાઈટર પ્રોગ્રામમાંથી બાકાત રાખ્યું હતું. હવે સાઉદી અરેબિયા અને મોસ્કો વચ્ચે એક મોટી ડિફેન્સ ડીલ થઈ રહી છે. જે સૂચવે છે કે સાઉદી અરેબિયાએ અમેરિકન પ્રતિબંધોની પરવાહ કરી નથી.
મધ્ય પૂર્વમાં અમેરિકાનો નજીકનો સાથી સાઉદી અરેબિયા રશિયા તરફી થતો હોય તેવું લાગે છે. સાઉદી અરેબિયા અને મોસ્કો વચ્ચે એક મોટી ડિફેન્સ ડીલ થઈ રહી છે. યુક્રેનિયન ડિફેન્સ આઉટલેટ ડિફેન્સ એક્સપ્રેસ, રશિયાના બિનસત્તાવાર સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સાઉદી અરેબિયા રશિયા પાસેથી પેન્ટેસિર એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ અને આર્ટિલરી સિસ્ટમ્સ ખરીદી રહ્યું છે. જો આ વાતની પુષ્ટિ થાય છે તો સ્પષ્ટ છે કે હવે તુર્કીની જેમ સાઉદી અરેબિયાને પણ અમેરિકન પ્રતિબંધોની પરવા નથી.
યુએસએ રશિયન હથિયારોની ખરીદી સામે CAASTA કાયદા હેઠળ પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પહેલા અમેરિકાએ આ કાયદા હેઠળ તુર્કી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અમેરિકાએ રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદ્યા બાદ તુર્કીને F-35 પ્રોગ્રામમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું.
પેન્ટસિર ચીની બનાવટના સાયલન્ટ હંડ્રેડ એન્ટી-ડ્રોન લેસર વેપન, યુએસ THAAD મિસાઈલ સિસ્ટમ, થેલ્સ શિકરા સર્વેલન્સ રડાર, એડ્રિયન સિગ્નલ ઈન્ટેલિજન્સ કોમ્પ્લેક્સ અને લાઈટનિંગ શિલ્ડ એન્ટી ડ્રોન ગન સાથે સજ્જ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોસ્કોથી રિયાધ દ્વારા આયોજિત હથિયારોની ખરીદી સૂચવવા માટે પૂરતા પુરાવા છે. જો આમ થશે તો સાઉદી અરેબિયા પર અમેરિકી પ્રતિબંધોનો ખતરો છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began