સાયના નેહવાલે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, ઓલિમ્પિકના લાયક બન્યા બાદ કોમેન્ટ કરવા કહ્યું
સમરીઃ
ભારતીય શટલર સાયના નેહવાલે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. સાયનાએ કહ્યું છે કે ટ્રોલ કરનારાઓએ પહેલા પોતાને ઊંચા સ્તરે લાવવું જોઈએ. સાયનાએ ઓલિમ્પિક 2012માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સ્ટોરીઃ
સેલિબ્રેટીઝ અને પ્લેયર્સને વારંવાર સોશિયલ મીડિયા પર ટ્રોલર્સની આકરી ટીકાનો ભોગ બનવું પડતું હોય છે. ભારતની સ્ટાર પ્લેયર સાયના નેહવાલે પણ અનેકવાર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.
જો કે સાયનાએ આ વખતે એક પોડકાસ્ટમાં ટ્રોલર્સની ઝાટકણી કાઢી છે. તેણીએ ટ્રોલર્સને ટ્રોલિંગ કરતા પહેલા પોતાનું સ્તર ઊંચુ લાવીને ઓલિમ્પિકને લાયક બનવા જણાવીને જડબાતોડ જવાબ આપ્યો છે.
સાયનાના પતિ પારુપલ્લી કશ્યપે પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે 2012 ઓલિમ્પિકમાં સાઇનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે તેના પર ટ્રોલર્સે તેને આ મેડલ ભેટમાં મળ્યો હોવાનું કહીને ટ્રોલ કરી હતી.
આરજે અનમોલ અને અભિનેતા અમૃતા રાવ સાથે ચેટ દરમિયાન આ ટ્રોલિંગનો જવાબ આપતા સાયનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ટ્રોલર્સ પહેલા ઓલિમ્પિકના લાયક તો બને. ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરીને તો બતાવો.