સૈફ અલી ખાને દીકરા ઈબ્રાહિમને આમિર ખાન પાસેથી સલાહ લેવા કહ્યું
તાજેતરમાં, કપિલ શર્માના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સિઝન 2 નું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન જેવા સ્ટાર્સે ભાગ લીધો હતો. સૈફ અલી ખાને ટ્રેલરના અંતમાં દીકરા ઈબ્રાહિમને આમિર ખાન પાસેથી સલાહ લેવા કહ્યુ છે.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની બીજી સિઝન આવી રહી છે. શનિવારે, નિર્માતાઓએ પ્રથમ સત્તાવાર ટ્રેલર રિલીઝ કર્યું. જેમાં આ સિઝનમાં સ્ટેજ પર આવતા તમામ સ્ટાર્સની ઝલક બતાવવામાં આવી હતી. ગેસ્ટ લિસ્ટમાં આલિયા ભટ્ટ, કરણ જોહર, જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન, જ્હાન્વી કપૂર અને રોહિત શર્માનો સમાવેશ થાય છે.
ટ્રેલરનો અંત કપિલ અને સૈફ અલી ખાન વચ્ચેની હળવી વાતચીત સાથે થાય છે. જેમાં સૈફ કંઈક એવું બોલે છે જેનાથી આખો હોલ હાસ્યથી ગુંજી ઉઠે છે. શોના ટ્રેલરના અંતમાં કપિલ શર્માએ સૈફ અલી ખાન સાથે વાત કરતાં તેને પૂછ્યું, ‘પહેલાં આમિર ખાન અમારા શોમાં આવ્યો હતો, તેણે કહ્યું હતું કે, ‘મારા બાળકો મારી વાત સાંભળતા નથી.‘ દીકરો ઈબ્રાહિમ એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, શું તે તમને સાંભળે છે?’ સૈફે કહ્યુ કે, મને લાગે છે કે તેણે આમિર ખાનને સાંભળવો જોઈએ.
ઈબ્રાહિમ અલી ખાન સરઝમીન સાથે ડેબ્યુ કરશે, જેમાં કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન છે. તે મોસ્ટ અવેટેડ સ્પોર્ટ્સ ડ્રામા દિલેરમાં પણ જોવા મળશે.