ભારત અને ચીન સરહદે બંને દેશો સંઘર્ષ ઘટે તેવા પ્રયત્નો હાથ ધરશે- એસ. જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જાહેરાત કરી છે કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદ પછી સૈનિકોને પરત ફરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે બંને દેશોનું ફોકસ સીમા પર તણાવ (ડી-એસ્કેલેશન) ઘટાડવા પર રહેશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં LAC પર ચીન સાથે ગયા મહિને થયેલા કરાર પછી, સૈનિકોને પરત બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે ધ્યાન ડી-એસ્કેલેશન પર રહેશે. જયશંકર ખૂબ જ સમજી વિચારીને નિવેદનો આપી રહ્યા છે, કારણ કે વિદેશી કૂટનીતિમાં દરેક શબ્દનું પોતાનું વિશેષ મહત્વ હોય છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય અને ચીની સેનાઓએ તાજેતરમાં લદ્દાખના ડેમચોક અને ડેપસાંગ વિસ્તારોમાં એલએસી પર સૈનિકોને પરત બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને બંને પક્ષોએ લગભગ સાડા ચાર વર્ષના અંતરાલ પછી તેમની પેટ્રોલિંગ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી હતી.
સંરક્ષણ નિષ્ણાત કમર આગા કહે છે કે આ ત્રણ પગલાં – ડિસએન્જેજમેન્ટ, ડી-એસ્કેલેશન અને ડી-ઇન્ડક્શન – તણાવ ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે, અને સંઘર્ષના નિરાકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડી-એસ્કેલેશન હેઠળ, બંને પક્ષો સંમત થાય છે કે વિવાદિત વિસ્તારમાં ચોક્કસ સંખ્યામાં સૈનિકો અને હથિયારો તૈનાત કરવા જોઈએ, જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began