રશિયાની અફઘાનિસ્તાનને મોટી ભેટ, આતંકવાદી યાદીમાંથી તાલિબાનને હટાવ્યું
રશિયાએ 2003માં તાલિબાનને આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કર્યા હતા. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદથી રશિયા ધીમે ધીમે તાલિબાન સાથે સંબંધો બનાવી રહ્યું છે. હવે રશિયાએ તાલિબાનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
અફઘાનિસ્તાનમાં શાસન કરતા તાલિબાનોને રશિયાએ મોટી ભેટ આપી છે. રશિયાએ તાલિબાનને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. રશિયન સમાચાર એજન્સી TASS એ માહિતી આપી છે કે આ નિર્ણય ઉચ્ચ સ્તરે લેવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લીધેલ નિર્ણયને લાગુ કરવા માટે વિવિધ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું આવશ્યક છે. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદથી રશિયા ધીમે ધીમે તાલિબાન સાથે સંબંધો બનાવી રહ્યું છે. પુતિને આ વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે રશિયા અફઘાનિસ્તાનના તાલિબાન આંદોલનને આતંકવાદ સામેની લડાઈમાં સહયોગી માને છે.
કોઈપણ દેશે તાલિબાનને દેશના કાયદેસર નેતૃત્વ તરીકે ઔપચારિક રીતે માન્યતા આપી નથી. જોકે, ચીન અને યુએઈએ અફઘાનિસ્તાનના રાજદૂતોને સ્વીકારી લીધા છે. મોસ્કોએ 2003માં તાલિબાનને ઔપચારિક રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. તેને દૂર કરવું એ અફઘાનિસ્તાન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel