ટીએમસી વિરૂદ્ધ દેખાવો કરવા રૂપા ગાંગુલીને ભારે પડ્યા, આખરે પોલીસે કરી અટકાયત
પૂર્વ ભાજપ સાંસદ રૂપા ગાંગુલીએ આખી રાત કોલકાત્તાના બાંસદ્રોણી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરતા તેણીની અટકાયત કરવામાં આવી છે. આજે 3 ઓક્ટોબરની સવારે તેણીની અટકાયત કરવામાં આવી હતી.
કોલકાત્તાના બાંસદ્રોણીમાં ધોરણ 9ના વિદ્યાર્થીના મોત બાદ સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું હતું. સાંજે, ગાંગુલીએ કોલકાત્તાના બાંસદ્રોણી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને વિદ્યાર્થીના મૃત્યુ માટે જવાબદાર ડ્રાઇવરની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી.
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ રૂપા ગાંગુલીની બુધવારે રાત્રે કોલકાત્તાના બાંસદ્રોણી પોલીસ સ્ટેશન પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતી વખતે અટકાયત કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગાંગુલીની પરવાનગી વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા બદલ અટકાયત કરવામાં આવી છે.
બુધવારે માર્ગ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીના મોત બાદ બાંસદ્રોણીમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. સ્થાનિક લોકો દ્વારા આયોજિત વિરોધ આખી રાત ચાલુ રહ્યો અને દિનેશ નગર વિસ્તારમાં પોલીસ સાથે સ્થાનિક લોકોએ ઘર્ષણ પણ કર્યું. સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ (TMC) કાઉન્સિલરને વિરોધીઓના ક્રોધનો સામનો કરવો પડ્યો, જેમણે તેમના પર બેદરકારીનો આરોપ મૂક્યો. વિદ્યાર્થીના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી દીધો હતો અને પટુલી પોલીસ સ્ટેશનના પ્રભારી (ઓસી)ને કેટલાક કલાકો સુધી બંધક બનાવી રાખ્યા હતા.
Read Also Big Discount on Khadi Products for Next 108 Days in UP Khadi Ashrams, Announces CM Yogi Adityanath