38°C
October 16, 2024
Entertainment

આવતીકાલે રજનીકાંત અને અમિતાભ બચ્ચન અભિનીત વેટ્ટાયન થીયેટરોમાં રિલીઝ થશે, રેકોર્ડ બ્રેકિંગ ઓપનિંગની અપેક્ષા

  • October 9, 2024
  • 1 min read
આવતીકાલે રજનીકાંત અને અમિતાભ બચ્ચન અભિનીત વેટ્ટાયન થીયેટરોમાં રિલીઝ થશે, રેકોર્ડ બ્રેકિંગ ઓપનિંગની અપેક્ષા

ઑક્ટોબર 10ના રોજ સ્ક્રીન પર રજનીકાંત અને અમિતાભ બચ્ચન અભિનીત વેટ્ટાયન રિલીઝ થશે. આ ફિલ્મમાં મહાનાયક બિગ બી ઉપરાંત થલાઈવા રજનીકાંત સાથે હોવાથી બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તુટી જવાની સંભાવના મેકર્સ સેવી રહ્યા છે.

આવતીકાલે રિલીઝ થનારી રજનીકાંતની આગામી ફિલ્મ વેટ્ટૈયાનો ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીજે જ્ઞાનવેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું હાર્ડ-હિટિંગ ટ્રેલર ઝડપથી વાયરલ થયું હતું.  યુટ્યુબ અને X સહિત સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ્સ પર તે ટ્રેન્ડ કરી રહ્યું છે. પ્રેક્ષકોનો આ ઉત્સાહી પ્રતિસાદ આ ફિલ્મની બોક્સ ઓફિસ સકસેસનું કન્ફર્મેશન છે.

વેટ્ટાયન અનેક કારણોસર એક સીમાચિહ્નરૂપ ફિલ્મ છે. તેમાં એક પ્રતિભાશાળી સહાયક કલાકારો સાથે માત્ર રજનીકાંત જ નહીં પરંતુ અમિતાભ બચ્ચન અને ફહાદ ફાસીલ જેવા દિગ્ગજ કલાકારો સામેલ છે. આ ફિલ્મ કાયદાના અમલીકરણ અને ન્યાયની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જે રજનીકાંતના પાત્ર પર કેન્દ્રિત છે.

લાઇકા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત એક પેન ઈન્ડિયા ફિલ્મ તરીકે વેટ્ટાયન તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મને એક રોમાંચક ક્રાઇમ ડ્રામા તરીકે રજૂ કરાઈ છે. અનિરુદ્ધ રવિચંદરના મનમોહક મ્યુઝિકલ સ્કોરથી ફિલ્મની સફળતા વધશે.

Read Also Gadar 2 is being released again in theatres, but it is more special than before, Sunny Deol’s film has earned 690 crores for the first time

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *