વડાપ્રધાનમોદી ૨૦મી ઓક્ટોબરે વારાણસીના પ્રવાસે જશે, કુલ ૧૩૬૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી ૨૦મી ઓક્ટોબરે વારાણસી જવાના છે. તેઓ વારાણસીમાં રૂ. 460 કરોડના 14 પ્રોજેક્ટનું લોકાર્પણ અને રૂ. 900 કરોડના ૭ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ ઓક્ટોબરે તેમના ત્રીજી કાર્યકાળમાં બીજી વાર તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેવાના છે. પીએમ મોદી વારાણસી માટે કુલ રૂપિયા 1360 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરશે. તેઓ રૂ. 460 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને અન્ય રૂ. 900 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી પીએમ મોદીનું શેડ્યૂલ મળ્યા બાદ ઉત્તર પ્રદેશ પ્રશાસને જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં, વહીવટીતંત્ર 14 પ્રોજેક્ટ્સની સૂચિને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને અન્ય સાતનો શિલાન્યાસ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વારાણસીમાં ૨ દિવસ રોકાયા છે. તેમણે વ્યવસ્થામાં કોઈ ખામીઓ ન રહી જાય તેની ખાતરી કરી છે. તેમણે વહીવટી અધિકારીઓ અને પક્ષના અગ્રણીઓને પીએમના ભવ્ય સ્વાગત માટે સમગ્ર શહેરને શણગારવા કહ્યું છે.
ડિવિઝનલ કમિશનર કૌશલ લાલ શર્માએ જણાવ્યું હતું કે આ મહિને વડાપ્રધાનનો એક કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમના પ્રવાસ કાર્યક્રમ મુજબ તેમની વારાણસીની યાત્રા પાંચ કલાકની રહેશે.
Read Also Atishi Moves Into Delhi CM Residence, Vacated by Arvind Kejriwal Three Days Ago