વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું કર્યુ લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બંજારા સમુદાયના સમૃદ્ધ વારસાને દર્શાવતા બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યુ. તેમણે જિલ્લાના પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી.
મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદી આજે સવારે નાંદેડ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ હેલિકોપ્ટરમાં પોહરાદેવી ગયા હતા. તેમણે પોહરાદેવીમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજને તેમની ‘સમાધિઓ’ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. અહીં તેમણે બંજારા સમુદાયના સમૃદ્ધ વારસાને દર્શાવતા બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યુ. તેઓ થાણે અને મુંબઈ જવાના છે, જ્યાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
PM મોદી મુંબઈ મેટ્રો લાઇન 3 ના 12.69 કિલોમીટરના ટ્રેકનું ઉદ્ઘાટન કરશે, જે JVLR અને BKC વચ્ચે શહેરની પ્રથમ સંપૂર્ણ ભૂગર્ભ મેટ્રો લાઇન છે. આ પ્રોજેક્ટ મુંબઈમાં વિકાસના મહત્વના પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત અન્ય મહાનુભાવો તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાન એક મોબાઈલ એપ, MetroConnect3 પણ લોન્ચ કરશે, જે આધુનિક સુવિધાઓ માટે બનાવાયેલ છે. મુંબઈની ભૂગર્ભ મેટ્રોની સફર દર્શાવતી કોફી ટેબલ બુકનું પણ વડાપ્રધાન દ્વારા અનાવરણ કરવામાં આવશે. પુસ્તકમાં અદભૂત દ્રશ્યોનો સંગ્રહ છે જે મેટ્રોના વિકાસનો ઘટનાક્રમ દર્શાવે છે.
Read Also CM Yogi Adityanath’s New Claims About Akhilesh Yadav and Shivpal Singh Yadav