તિરૂપતી પ્રસાદ વિવાદ મુદ્દે પ્રકાશ રાજે બળાપો કાઢ્યો, પવન કલ્યાણ પર ખોટા અર્થઘટનનો આરોપ લગાડ્યો
પ્રખ્યાત અભિનેતા અને એન્ટી બીજેપી છાપ ધરાવતા પ્રકાશે રાજે તિરૂપતી પ્રસાદ વિવાદમાં આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણ પર ખોટું અર્થઘટન ન કરવાનો આરોપ લગાડ્યો છે.
પ્રકાશ રાજે અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણને તિરૂપતી લાડુ વિવાદ અને સનાતન ધર્મ વિશેની તેમની અગાઉની ટિપ્પણીઓના ખોટા અર્થઘટન પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે.
પ્રકાશ રાજ હાલ ભારતની બહાર છે. તેમણે દેશમાં પરત ફર્યા બાદ વિગતવાર આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું જણાવ્યું છે. પ્રકાશ રાજે પવન કલ્યાણને સ્પષ્ટતા માટે તેની અગાઉની X પોસ્ટ્સ પર ફરીથી જોવાની સલાહ આપી.
અહી પણ જોવો : no-toll-tax-on-these-national-highways-in-up-cm-yogis-new-directive
અભિનેતા પ્રકાશ રાજે લખ્યું કે, પ્રિય પવનકલ્યાણ મેં તમારી પ્રેસ મીટ જોઈ.. મેં જે કહ્યું અને તમે જે ખોટું અર્થઘટન કર્યું તે આશ્ચર્યજનક છે.. હું વિદેશમાં શૂટિંગ કરી રહ્યો છું. તમારા પ્રશ્નોના જવાબ આપવા પાછો આવીશ. જો તમે મારી ટ્વીટને પહેલા જોઈ શકો અને #justasking સમજી શકો તો તેની પ્રશંસા કરો”