પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ફર્સ્ટ એનિવર્સરી ઉજવી, ફેન્સે આપી શુભકામનાઓ
બરાબર ૧ વર્ષ પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે લગ્ન કર્યા હતા. પરિણીતીની માતા રીના ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો અને શુભેચ્છા સંદેશ શેર કરીને રાઘવ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાએ ૨૦૨૪માં 24 સપ્ટેમ્બર, રાજસ્થાનના ઉદયપુરમાં તેમના શાહી લગ્ન કર્યા હતા. ગયા વર્ષે દંપતીના ભવ્ય લગ્નમાં રાજકારણ, રમતગમત અને બોલિવૂડની અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી. આજે આ સ્ટાર કપલ તેમના લગ્નની ફર્સ્ટ એનિવર્સરી ઉજવી રહ્યું છે.
અહી પણ જોવો : farmer-leaders-react-to-kangana-ranauts-statement
આજના ખાસ દિવસે પરિણીતીની માતા, રીના ચોપરા, તેના ભાઈઓ અને તેના નજીકના મિત્ર બિગ બોસ 15 ના સ્પર્ધક રાજીવ અડતિયાએ દંપતીને હાર્દિક શુભેચ્છાઓ આપી. ઇન્સ્ટાગ્રામ પર રીના ચોપરાએ હૃદયસ્પર્શી કેપ્શન સાથે લગ્નની તસવીરો શેર કરી છે.