પેરિસ ફેશન વીક 2024માં જોવા મળશે બોલિવૂડનો દબદબો, આલિયા, ઐશ્વર્યા રાય કરશે રેમ્પ વોક
સમરીઃ
પેરિસ ફેશન વીક 2024 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ વર્ષે ફેશન વીકના રનવેની થીમ ‘વૉક યોર વર્થ’ છે. આ મોટી ઇવેન્ટનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણની ઉજવણી કરવાનો છે. 24 સપ્ટેમ્બરે પ્લેસ ડી લોપેરાના રનવે પર બોલિવૂડની સોંદર્ય સામ્રાજ્ઞીઓ પોતાના કામણ પાથરવાની છે.
સ્ટોરીઃ
આ વર્ષે પેરિસ ફેશન વીક 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ વર્ષે ફેશન વીકના રનવેની થીમ ‘વૉક યોર વર્થ’ છે. આ ફેશન વીકમાં બોલિવૂડ માટે મહત્વનો દિવસ ૨૪મી સપ્ટેમ્બર છે.
24 સપ્ટેમ્બરે પ્લેસ ડી લોપેરાના રનવે પર બોલિવૂડની સોંદર્ય સામ્રાજ્ઞીઓ પોતાના કામણ પાથરવાની છે. આલિયા ભટ્ટ આ વર્ષે પેરિસ ફેશન વીકમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ફેશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચન, હોલીવુડ અભિનેત્રી કેન્ડલ જેનર જેવી હસ્તીઓ સાથે જોડાશે.
આલિયા ભટ્ટ ઉપરાંત બોલિવૂડની સુંદરીઓ ઐશ્વર્યા રાય બચ્ચન, લીલા બેખ્તી, જેન ફોન્ડા, મેરી બાઉચેટ, સિન્ડી બ્રુના, લુમા ગ્રોથ, વાયોલા ડેવિસ, કેન્ડલ જેનર, લિયા કેબેડે, ઈવા લોંગોરિયા, અજા નાઓમી કિંગ, એન્ડી મેકડોવેલ, બીટરી સહિત અનેક સુંદરીઓ પણ રેમ્પ વોક કરવાની છે.
લોરિયલ પેરિસની ગ્લોબલ એમ્બેસેડર આલિયા ભટ્ટે પેરિસ ફેશન વીક વિશે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પેરિસ ફેશન વીકમાં L’Éfile સાથે L’Oreal Paris માટે રેમ્પ વોક એક સન્માનની વાત છે. પ્રેરણાદાયી, શક્તિશાળી અને આત્મવિશ્વાસુ મહિલાઓમાં સામેલ થવું મારા માટે ગર્વની ક્ષણ છે.