નેપાલના પીએમ કોલી પ્રથમ વિદેશ પ્રવાસ ચીનનો કરશે, ભારત આવવાની પરંપરા તોડી
નેપાળના ભારત વિરોધી પીએમ કેપી ઓલી તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ચીન જઈ રહ્યા છે. અત્યાર સુધી નેપાળી પીએમ સૌથી પહેલા ભારતની મુલાકાતે આવતા હતા, ત્યારપછી તેમની અન્ય કોઈ દેશની મુલાકાત લેવાની યોજનાઓ બનતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેપી ઓલીના ઝેરીલા નિવેદનોને કારણે ભારત તેમને કોઈ સન્માન ન આપતા ઓલીએ પહેલો વિદેશ પ્રવાસ ચીનનો ગોઠવ્યો છે.
ચીનના ગુલામ કહેવાતા નેપાળના નવા પીએમ કેપી ઓલી તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા પર ચીન જઈ રહ્યા છે. નેપાળના વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર કેપી ઓલી ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચીનમાં હશે. પહેલા નેપાળમાં એવી પરંપરા હતી કે જે પણ નવા વડાપ્રધાન બને છે તે પહેલા ભારતની મુલાકાત લે છે. જો કે ભારત વિરોધી છાપ ધરાવતા કોલીએ આ પરંપરા તોડી છે.
જ્યારે કેપી ઓલી છેલ્લી વખત પીએમ બન્યા ત્યારે તેમણે ઘણા ભારત વિરોધી પગલાં લીધા હતા. નેપાળનો વિવાદિત નકશો હોય કે અયોધ્યા વિવાદ, કેપી ઓલીના ઝેરીલા નિવેદનોને કારણે બંને દેશોના સંબંધો નબળા થયા હતા. હવે જ્યારે કેપી ઓલી ફરીથી પીએમ પદ પર આવ્યા છે ત્યારે ભારતે તેમને કોઈ મહત્વ આપ્યું નથી. પીએમ મોદી સરકારે કેપી ઓલીને સત્તાવાર આમંત્રણ પણ આપ્યું નથી.
કેપી ઓલીને ચાર્જ સંભાળ્યાને 4 મહિના થઈ ગયા છે પરંતુ ભારતે ઠંડુ વલણ જાળવી રાખ્યું છે. એવું માનવામાં આવે છે કે ભારતના ઠંડા વલણનું કારણ નવી દિલ્હીની નીતિઓમાં ફેરફાર છે. ચીને કેપી ઓલીને 2 થી 6 ડિસેમ્બર વચ્ચે મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ કાર્યાલયે આ તારીખની માહિતી આપી છે પરંતુ કેપી ઓલીએ ચીનની મુલાકાત અંગે હજુ સુધી જાહેરમાં કંઈ કહ્યું નથી.
નેપાળી અધિકારીઓનું કહેવું છે કે કેપી ઓલીના ચીન પ્રવાસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નેપાળી પીએમ આ ચીન મુલાકાત દરમિયાન BRI વિશે વાત કરી શકે છે. નેપાળમાં બીઆરઆઈને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેને ડેથ ટ્રેપ કહેવામાં આવે છે અને ચીનના રાષ્ટ્રપતિનો આ ડ્રીમ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો નથી. ધ વાયરના અહેવાલ મુજબ નેપાળ સરકારે ચીનને BRI હેઠળ 4 પ્રોજેક્ટ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ઓલીની મુલાકાત દરમિયાન તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began