હમાસ નેતા યાહ્યા સિન્વારને મારવામાં ઈઝરાયેલને બગાસુ ખાતા પતાસુ મળ્યું હતું, અજાણતામાં જ માર્યો મોટા દુશ્મનને
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઇઝરાયલી સેનાએ હમાસ ચીફ યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. ઇઝરાયેલ માટે આ એક મોટી સફળતા છે. જો કે ઈઝરાયેલ માટે આ ઘટના બગાસુ ખાતા પતાસુ મળ્યા બરાબર છે કારણ કે તેને મારનાર સૈનિકોને પણ ખબર ન હતી કે તેઓ હમાસના વડા અને તેમના મુખ્ય દુશ્મન સિનવરને મારી રહ્યા છે.
ઈઝરાયેલે પોતાના મુખ્ય દુશ્મન હમાસના વડા યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. જો કે ઈઝરાયેલને આ હુમલામાં બગાસુ ખાતા પતાસુ મળ્યું છે. ઈઝરાયેલને યાહ્યા સિનવારને મારવામાં નસીબથી સફળતા મળી છે. માત્ર ૯ મહિના પહેલા IDFમાં સામેલ થયેલા સૈનિકે હમાસ ચીફને મારી નાખ્યો છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે ઈઝરાયેલને આ યુદ્ધમાં તેની સૌથી મોટી સફળતા મળી છે. ઈઝરાયેલે ગાઝામાં હમાસ ચીફ યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. ગાઝામાં યાહ્યા સિનવરને ટ્રેક કરવો એ ઈઝરાયેલ માટે સૌથી મોટો પડકાર હતો. કારણ કે યાહ્યા સિનવારે કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કર્યો ન હતો.
યાહ્યા સિનવારની હત્યાના સમાચાર સાંભળીને તમને લાગશે કે હંમેશની જેમ ઈઝરાયેલે કોઈ મોટા ઓપરેશન દ્વારા તેના દુશ્મનને મારી નાખ્યા હશે. પણ એવું બિલકુલ નથી. સિન્વરને મારવામાં ન તો મોસાદ, ન હવાઈ હુમલા, ન કમાન્ડોની કોઈ ભૂમિકા હતી. તેને મારનાર સૈનિક IDFના ઇન્ફન્ટ્રી કમાન્ડર અને કોમ્બેટ ટ્રેનિંગ સ્કૂલનો છે.
રિપોર્ટ અનુસાર સિનવરની હત્યા કરનાર સૈનિક ૯ મહિના પહેલા જ સેનામાં જોડાયો હતો. આ યુદ્ધ શરૂ થયું ત્યારે આ સૈનિક ઈઝરાયેલ સેનામાં જોડાયો પણ નહતો. હમાસ ચીફની હત્યા ઇઝરાયેલનું ભાગ્ય છે. કારણ કે જ્યારે સૈનિકોએ તેને મારી નાખ્યો ત્યારે તેમને ખબર પણ ન હતી કે તે યાહ્યા સિનવર છે. આ જવાનો આતંકવાદી ગઢને ખતમ કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓએ એક ઈમારતમાં ૩ આતંકીઓને પહેલાથી જ બોમ્બમારો કરતા જોયા અને તેમને મારી નાખ્યા.
મકાન આંશિક રીતે ધરાશાયી થયું હતું. બોમ્બ હોવાના કારણે મૃતદેહોની તપાસ માટે ડ્રોન મોકલવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં એક આતંકવાદીનો ચહેરો હમાસના નેતા યાહ્યા સિનવાર જેવો જ હતો. આ કારણે સૈનિકોને લાગ્યું કે તેઓએ અજાણતા જ તેમના સૌથી મોટા દુશ્મનને મારી નાખ્યો છે.
ઈઝરાયેલના સૈનિકોએ મૃતદેહો પાસેથી ઈઝરાયેલની રોકડ અને ઓળખના દસ્તાવેજો મળ્યા હતા. તેઓએ સિન્વરની ઓળખની પુષ્ટિ કરવા માટે ઈઝરાયેલ પોલીસના ફોરેન્સિક યુનિટને ફોટો મોકલ્યો હતો. એકમના વડા, સહાયક કમિશનર અલીજા રઝિલે પુષ્ટિ કરી હતી કે ફોટોગ્રાફ્સમાં શરીર પર દેખાતા દાંત સિન્વાર ઈઝરાયેલની કસ્ટડીમાં હતા ત્યારે લેવામાં આવેલા રેકોર્ડ સાથે મેળ ખાતા હતા.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him