ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કેનેડામાં ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, હું ભારતથી ડરતો નથી તેવું નિવેદન આપ્યું
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કેનેડાની એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેણે ખાલિસ્તાની એજન્ડા ચલાવવાની ધમકી આપી અને કહ્યું કે હું ભારતથી ડરતો નથી. પન્નુએ કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસોને જાસૂસીના કેન્દ્રો ગણાવીને બંધ કરવાની માંગ કરી હતી.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારત વિરૂદ્ધ નિવેદન કર્યા છે. પન્નુએ કહ્યું કે, હું ખાલિસ્તાન જનમત માટે પ્રચાર કરવાનું ચાલુ રાખીશ અને માર્ગમાં આવનારા કોઈપણ ખતરાથી ડરતો નથી.
કેનેડાના સીટીવી ન્યૂઝ સાથેની મુલાકાતમાં, ખાલિસ્તાન તરફી આતંકવાદીએ કહ્યું કે તેને વિશ્વાસ છે કે તેના અને નિજ્જરના કેસને જોડતા વધુ પુરાવા બહાર આવશે. ઈન્ટરવ્યુ દરમિયાન પન્નુએ કેનેડામાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર સંજય કુમાર વર્મા વિરુદ્ધ પણ ઝેર ઓક્યું હતું.
પન્નુનો આ ઈન્ટરવ્યુ ભારતે કેનેડામાંથી પોતાના ટોચના રાજદ્વારીને પરત બોલાવ્યા બાદ આવ્યો છે. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માની સંડોવણી જાહેર કર્યા બાદ વિવાદ વધી ગયો છે. ભારતે હાઈ કમિશનર સહિત તેના ૬ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા. આ સાથે કેનેડાના ૬ રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું હતું.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him