38°C
October 16, 2024
Entertainment

કંગનાને મળી વધુ એક ધમકી, પંજાબી ગાયક જસબીર જસ્સીએ પંજાબ વિરૂદ્ધ બોલવાની ના પાડી

  • October 5, 2024
  • 1 min read
કંગનાને મળી વધુ એક ધમકી, પંજાબી ગાયક જસબીર જસ્સીએ પંજાબ વિરૂદ્ધ બોલવાની ના પાડી

પંજાબના ગાયક જસબીર જસ્સીએ અભિનેત્રી કંગના રનૌતને ખુલ્લેઆમ ધમકી આપી છે. પંજાબ વિરૂદ્ધ કંગનાએ કરેલ નિવેદનથી જસબીર જસ્સી નારાજ છે.

દિલ લે ગયી કુડી, લૌંગ દા લશ્કરા જેવા ચાર્ટબસ્ટર ગીતો માટે જાણીતા પંજાબી ગાયક જસબીર જસ્સીએ અભિનેત્રી-ભાજપ સાંસદ કંગના રનૌતને પંજાબને બદનામ કરવા બદલ ધમકી આપી હતી.

તાજેતરમાં, હિમાચલ પ્રદેશમાં એક રેલી દરમિયાન કંગનાએ કહ્યું હતું કે, જ્યારે પડોશી રાજ્ય પંજાબ ડ્રગ્સથી ગ્રસ્ત છે અને રાજ્યના યુવાનો દારૂના વ્યસની છે, જ્યારે હિમાચલ સંપૂર્ણ વિપરીત છે. કંગનાએ હિમાચલના યુવાનોને પંજાબના લોકોથી પ્રભાવિત ન થવા પણ વિનંતી કરી હતી. જસબીર જસ્સીને કંગનાની આ વાત પસંદ ન આવી અને તેણે કંગનાને ધમકી આપી.પંજાબ અંગે કંગનાની ટિપ્પણી જસબીરને પસંદ ન આવી અને તેણે જાહેરમાં અભિનેત્રીની ટીકા કરી અને તેને ચેતવણી આપી કે પંજાબ વિરૂદ્ધ કંઈપણ ખરાબ ન બોલો. તેણે કહ્યું- હું હવે આ કહેવા માટે મજબૂર છું કારણ કે કંગના પંજાબને ખૂબ નિશાન બનાવી રહી છે. તે એકવાર દિલ્હીમાં મારી કારમાં મારી અને મારા મિત્ર સાથે દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી અને તેનો પોતાના પર કોઈ નિયંત્રણ નહતું.

Read Also Naga Chaitanya and Sobhita Dhulipala Are Engaged: Nagarjuna Shares Their First Photo

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *