38°C
November 22, 2024
World

કમલા હેરિસે ખેલ્યો છેલ્લો દાવ…મતદારોમાં પોતાના પક્ષ તરફી લહેર હોવાનો કર્યો દાવો

  • November 5, 2024
  • 1 min read
કમલા હેરિસે ખેલ્યો છેલ્લો દાવ…મતદારોમાં પોતાના પક્ષ તરફી લહેર હોવાનો કર્યો દાવો

યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024 સંબંધિત મોટાભાગના સર્વેક્ષણો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર દર્શાવે છે, પરંતુ મતદાનના થોડા કલાકો પહેલા, પેન્સિલવેનિયામાં એક રેલીમાં, ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે દાવો કર્યો હતો કે ચૂંટણીમાં તેમની લહેર જોવા મળી રહી છે.

Trump

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે મતદાનના અગાઉ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પેન્સિલવેનિયાના એલનટાઉનમાં તેમની ચૂંટણી રેલી દરમિયાન કમલા હેરિસે દાવો કર્યો હતો કે ચૂંટણીમાં તેમની લહેર જોવા મળી રહી છે.

રેલીને સંબોધિત કરતી વખતે હેરિસે અમેરિકાના એફોર્ડેબલ કેર એક્ટનો ઉલ્લેખ કર્યો અને વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ તેનાથી છૂટકારો મેળવવા માંગે છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે અમે પાછા નથી જઈ રહ્યા.

કમલા હેરિસે મતદારોને સંબોધતા કહ્યું કે, મારા જીવનકાળની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં વલણ અમારા તરફી જોવા મળી રહ્યું છે. ભારતીય-અમેરિકન રાજકારણી કમલા હેરિસે વધુમાં જણાવ્યું હતું કે, “હું લોકોને કહેવા માંગુ છું કે જેઓ હજુ પણ કેર એક્ટમાંથી છૂટકારો મેળવવા માંગે છે, તેઓ અમને તે દિવસોમાં પાછા લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે વીમા કંપનીઓ પહેલેથી જ બીમાર લોકોને પ્રીમિયમ ચૂકવતી હતી. અમે તેમને કહીએ છીએ કે અમે પાછા જવાના નથી.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *