જમ્મુ કાશ્મીરની ચૂંટણી ધનવાનો વચ્ચે થઈ રહી છે, અડધાથી વધુ ઉમેદવારો કરોડપતિ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને જમ્મુ એન્ડ કાશ્મીર ઇલેક્શન વોચ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર શ્રીનગરના ચન્નાપોરાથી ચૂંટણી લડી રહેલા જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીના સૈયદ મોહમ્મદ અલ્તાફ બુખારી 165 કરોડ રૂપિયા જેટલી અસાધારણ સંપત્તિ સાથે સૌથી અમીર ઉમેદવાર છે. જ્યારે JKPCC પ્રમુખ તારિક હમીદ કારા, જે સેન્ટ્રલ શાલટેંગ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તેઓ 148 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને જમ્મુના એક અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં લડતા લગભગ અડધા ઉમેદવારો કરોડપતિ છે, તેમની સરેરાશ સંપત્તિ 3.65 કરોડ રૂપિયા છે જ્યારે તેમાંથી 13 ટકા ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરે છે.
કાશ્મીર ઇલેક્શન વોચના રિપોર્ટમાં જણાવાયું છે કે ૩ ઉમેદવારોએ 100 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીના સૈયદ મોહમ્મદ અલ્તાફ બુખારી અગ્રણી છે, જે ચન્નાપોરા, શ્રીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની પાસે રૂ. 165 કરોડની સંપત્તિ છે.
તેમના બાદ કોંગ્રેસના નેતા તારિક હમીદ કારા છે, જે શ્રીનગરના સેન્ટ્રલ શાલ્ટેંગનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની કુલ સંપત્તિ 148 કરોડ રૂપિયા છે. જમ્મુના નગરોટાથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર સિંહ રાણા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહના ભાઈ ત્રીજા ક્રમે છે, જેમણે રૂ. 126 કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે જમ્મુ ક્ષેત્રમાંથી સૌથી વધુ છે.
જમ્મુ અને કાશ્મીર 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનારા 873 ઉમેદવારોમાંથી 872 ઉમેદવારોની એફિડેવિટનું એનાલિસીસ કરવામાં આવ્યું હતું. આ ઉમેદવારોમાં, 137 રાષ્ટ્રીય પક્ષોના, 205 રાજ્ય પક્ષોના, 185 નોંધાયેલા અમાન્ય પક્ષોના અને 346 અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.