ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચ્યો
આજે સોમવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદ એરપોર્ટ પર ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક સ્પોટ થયો હતો. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કહેવાય છે કે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે આમંત્રણ આપીને ઝાકિર નાઈકને પોતાના દેશમાં બોલાવ્યો છે.
ભાગેડુ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક સોમવારે પાકિસ્તાન પહોંચી ગયો હતો. ઈસ્લામાબાદ એરપોર્ટ પર ઝાકિર નાઈકના સ્વાગત માટે પાકિસ્તાનના ધાર્મિક મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. શાહબાઝ શરીફ સરકારના આમંત્રણ પર ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઈક ભારતમાં વોન્ટેડ છે.
પાકિસ્તાનના વજીરે આઝમ શાહબાઝ શરીફના આમંત્રણ પર ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચ્યો છે. પોતાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ઝાકિર કરાચી, લાહોર અને ઈસ્લામાબાદમાં ધાર્મિક પ્રવચનો આપશે.
ભારતનો વોન્ટેડ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચી ગયો છે. ઝાકિર નાઈકની આ પાકિસ્તાન મુલાકાત 20 ઓક્ટોબરે રાજધાની ઈસ્લામાબાદમાં પ્રવચન સાથે સમાપ્ત થશે. નાઈકનું પહેલું લેક્ચર 5 ઓક્ટોબરે કરાચીમાં યોજાશે. આ વ્યાખ્યાન જિન્નાહની કબરની સામે આવેલા બાગ-એ-કાયદમાં આયોજિત થવાનું છે. આ પછી લાહોર અને ઈસ્લામાબાદમાં ઝાકિર નાઈકના લેક્ચરનું આયોજન કરવામાં આવશે.
Read Also Pakistani Defense Minister’s Provocative Statement Amid Kashmir Elections