ઝાંસી અગ્નિકાંડમાં યોગી સરકારે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સહિત ૩ને કર્યા સસ્પેન્ડ
ઝાંસી હોસ્પિટલ કાંડમાં ડેપ્યુટી સીએમની સૂચના પર રચાયેલી ચાર સભ્યોની કમિટીના તપાસ રિપોર્ટના આધારે કોલેજના પ્રિન્સિપાલને હટાવવામાં આવ્યા છે. આ સાથે, કોલેજના મુખ્ય તબીબી અધિક્ષકને ચાર્જશીટ આપવામાં આવી છે અને અન્ય ૩ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં 10 બાળકોના મોતના મામલામાં યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકની સૂચનાથી બનેલી ચાર સભ્યોની કમિટીના તપાસ રિપોર્ટના આધારે કોલેજના પ્રિન્સિપાલને હટાવવામાં આવ્યા છે. કોલેજના મુખ્ય તબીબી અધિક્ષકને ચાર્જશીટ આપવામાં આવી છે અને અન્ય ૩ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રિન્સિપાલ ડો.નરેન્દ્રસિંહ સેંગર, બાળ વિભાગના HoD, જુનિયર એન્જિનિયર, NICUના નર્સિંગ સિસ્ટર ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે ઝાંસી મેડિકલ કોલેજમાં બનેલી હૃદયદ્રાવક ઘટના અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી છે.
માહિતી આપતાં તેમણે કહ્યું કે આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટના આધારે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.નરેન્દ્ર સિંહ સેંગરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેઓ મેડિકલ એજ્યુકેશન વિભાગના મહાનિર્દેશાલય સાથે જોડાયેલા છે.
આ સાથે મુખ્ય તબીબી અધિક્ષક ડો.સચિન માહુરને ચાર્જશીટ આપવામાં આવી છે. કૉલેજના જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) સંજીત કુમાર, NICU વૉર્ડના ઈન્ચાર્જ નર્સિંગ સિસ્ટર સંધ્યા રાય અને મેડિકલ કૉલેજના મુખ્ય અધિક્ષક ડૉ. સુનિતા રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ચાર્જશીટ આપવામાં આવી હતી.
Read Also Will Uddhav Thackeray Respect Raj Thackeray’s 5-Year-Old Decision? Speculation Intensifies