પાકિસ્તાનમાં પાકિસ્તાન વિરૂદ્ધની ટીપ્પણી ઝાકિર નાઈકને ભારે પડી, પાકિસ્તાનીઓએ કરી હકાલપટ્ટીની માંગ
ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક હાલમાં પાકિસ્તાનની મુલાકાતે છે. જે પોતાના પાકિસ્તાન વિરૂદ્ધના નિવેદનોને કારણે તે આખા પાકિસ્તાનમાં અળખામણો થઈ ગયો છે. હવે સોશિયલ મીડિયા પર ઝાકિર નાઈકનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનીઓ ઝાકિર નાઈકની હકાલપટ્ટીની માંગ કરી રહ્યા છે.
ઈસ્લામિક ઉપદેશક અને ભાગેડુ ઝાકિર નાઈક પાકિસ્તાનની સરકારી મુલાકાતે છે. મુલાકાતનો હેતુ ઝાકિર દ્વારા ભારતને નિશાન બનાવવાનો હતો. પરંતુ હવે ઈસ્લામિક દેશ પાકિસ્તાનના લોકો જ ઝાકિર નાઈકથી નારાજ થયા છે. લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો હવે તેની હકાલપટ્ટીની માંગ કરી રહ્યા છે.
તાજેતરમાં જ ઝાકિર નાઈકે લગ્ન ન કરતી મહિલાઓ વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેના પછી તે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. પાકિસ્તાની વકીલ મુનીબ કાદિર નામના યુઝરે X પરની પોસ્ટમાં કહ્યું, ‘ઝાકિર નાઈકને ડિપોર્ટ કરો.‘ ઘણા લોકોએ પૂછ્યું કે ઝાકિર નાઈકને ક્યાં મોકલવો જોઈએ? ઘણા ભારતીય યુઝર્સે જવાબ આપ્યો કે ઝાકિર નાઈકને પાકિસ્તાનમાં જ રાખવામાં આવે.
ઝાકિર નાઈકને આમંત્રણ આપવા અંગે એક યુઝરે કહ્યું, ‘તેમને કોણે આમંત્રણ આપ્યું? મહેરબાની કરીને આગલી વખતે આવા અભણ લોકોને આમંત્રણ ન આપો. ઝાકિર નાઈક મલેશિયામાં રહે છે. ગયા અઠવાડિયે તેણે લગભગ એક મહિના લાંબી મુસાફરી શરૂ કરી અને હવે તે વિચિત્ર નિવેદનો કરીને ઇન્ટરનેટ પર ટ્રોલ થઈ રહ્યો છે.