38°C
December 4, 2024
World

પાકિસ્તાનમાં પાકિસ્તાન વિરૂદ્ધની ટીપ્પણી ઝાકિર નાઈકને ભારે પડી, પાકિસ્તાનીઓએ કરી હકાલપટ્ટીની માંગ

  • October 9, 2024
  • 1 min read
પાકિસ્તાનમાં પાકિસ્તાન વિરૂદ્ધની ટીપ્પણી ઝાકિર નાઈકને ભારે પડી, પાકિસ્તાનીઓએ કરી હકાલપટ્ટીની માંગ

ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક હાલમાં પાકિસ્તાનની મુલાકાતે છે. જે પોતાના પાકિસ્તાન વિરૂદ્ધના નિવેદનોને કારણે તે આખા પાકિસ્તાનમાં અળખામણો થઈ ગયો છે. હવે સોશિયલ મીડિયા પર ઝાકિર નાઈકનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનીઓ ઝાકિર નાઈકની હકાલપટ્ટીની માંગ કરી રહ્યા છે.

ઈસ્લામિક ઉપદેશક અને ભાગેડુ ઝાકિર નાઈક પાકિસ્તાનની સરકારી મુલાકાતે છે. મુલાકાતનો હેતુ ઝાકિર દ્વારા ભારતને નિશાન બનાવવાનો હતો. પરંતુ હવે ઈસ્લામિક દેશ પાકિસ્તાનના લોકો જ ઝાકિર નાઈકથી નારાજ થયા છે. લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો હવે તેની હકાલપટ્ટીની માંગ કરી રહ્યા છે.

તાજેતરમાં જ ઝાકિર નાઈકે લગ્ન ન કરતી મહિલાઓ વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેના પછી તે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. પાકિસ્તાની વકીલ મુનીબ કાદિર નામના યુઝરે X પરની પોસ્ટમાં કહ્યું, ‘ઝાકિર નાઈકને ડિપોર્ટ કરો.ઘણા લોકોએ પૂછ્યું કે ઝાકિર નાઈકને ક્યાં મોકલવો જોઈએ?  ઘણા ભારતીય યુઝર્સે જવાબ આપ્યો કે ઝાકિર નાઈકને પાકિસ્તાનમાં જ રાખવામાં આવે.

ઝાકિર નાઈકને આમંત્રણ આપવા અંગે એક યુઝરે કહ્યું, ‘તેમને કોણે આમંત્રણ આપ્યું? મહેરબાની કરીને આગલી વખતે આવા અભણ લોકોને આમંત્રણ ન આપો. ઝાકિર નાઈક મલેશિયામાં રહે છે. ગયા અઠવાડિયે તેણે લગભગ એક મહિના લાંબી મુસાફરી શરૂ કરી અને હવે તે વિચિત્ર નિવેદનો કરીને ઇન્ટરનેટ પર ટ્રોલ થઈ રહ્યો છે.

Read Also US Presidential Election: Kamala Harris Asked How to Make a Burger in TV Interview, Gives Surprising Answer

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *