લેબનોનની શાંતિ જોતા હમાસે પણ યુદ્ધ વિરામની અપેક્ષા વ્યક્ત કરી
લેબનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લગભગ બે મહિનાથી ચાલી રહેલું યુદ્ધ બંધ થઈ ગયું છે. બંને પક્ષોની સહમતિ બાદ યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો છે. લેબનોનમાં લડાઈ બંધ થતા સ્થિતિ શાંતિમય થઈ રહી છે. આ શાંતિને લીધે ગાઝામાં યુદ્ધવિરામની ઈચ્છા હમાસે વ્યક્ત કરી છે.
પેલેસ્ટિનિયન જૂથ હમાસે કહ્યું છે કે તે ગાઝામાં ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ માટે તૈયાર છે. હમાસનું આ નિવેદન લેબનોનમાં યુદ્ધવિરામની જાહેરાત બાદ જ આવ્યું છે. અમેરિકાની મધ્યસ્થી લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ થયો છે. આ પછી હમાસે પણ યુદ્ધવિરામની ઈચ્છા વ્યક્ત કરી છે.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગાઝામાં યુદ્ધ રોકવા અંગે ઈઝરાયેલનું વલણ શું છે. જો ઇઝરાયેલ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળે છે, તો 13 મહિનાથી ચાલી રહેલ આ ભીષણ લડાઇ અટકી શકે છે અને ગાઝામાં શાંતિ ફરીથી સ્થપાઈ શકે છે.
ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરથી લડાઈ ચાલી રહી છે. હમાસ દ્વારા ઈઝરાયેલમાં એક કોન્સર્ટ પર હુમલો કર્યા બાદ લડાઈ શરૂ થઈ હતી. આ હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને હમાસના લડવૈયાઓએ બંધક બનાવીને ગાઝા લાવવામાં આવ્યા હતા. ત્યારથી ઇઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.
આ હુમલાઓમાં ગાઝા લગભગ તબાહ થઈ ગયું છે. આ યુદ્ધમાં 44 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. અત્યાર સુધીમાં લગભગ 11 લાખ લોકો ઘાયલ થયા છે. આ લડાઈને કારણે ગાઝાની મોટાભાગની વસ્તી બેઘર બની ગઈ છે અને કેમ્પમાં રહેવા મજબૂર છે.
અમેરિકાએ લેબનોનમાં લેબેનોનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીની શરૂઆત 60 દિવસના યુદ્ધવિરામ સાથે થઈ હતી. હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની શરત હેઠળ ઇઝરાયેલી સૈનિકો લેબનોનમાંથી પાછા હટી જશે. તે જ સમયે, હિઝબુલ્લાહ લડવૈયાઓ પણ દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલ સરહદથી પીછેહઠ કરશે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began