વકફની જેપીસી બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલાચાલી
વકફ એમેન્ડમેન્ટ બિલ પર સૂચનો મેળવવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ અમદાવાદના પ્રવાસે છે. આ બેઠક દરમિયાન મુસ્લિમ અગ્રણી અસદુદ્દીન ઓવૈસી અને ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આજે અમદાવાદમાં વકફ એમેન્ડમેન્ટ બિલ પર સૂચનો મેળવવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી)ની બેઠક મળી હતી. આ બેઠકમાં બે દિગ્ગજો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બે દિગ્ગજો છે એઆઈએમઆઈએમના સુપ્રીમો ઓવૈસી અને ભાજપના કદાવર નેતા હર્ષ સંઘવી.
હર્ષ સંઘવીએ ઓવૈસી સાથેની ચર્ચા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, “સુધારાઓ સંબંધિત સૂચનો તમામ નાગરિકોના હિતમાં જેપીસી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હું જેપીસીની ચોક્કસ ચર્ચાઓને જાહેર કરી શકતો નથી. મુદ્દાઓને સંબોધવાની પોતાની ફરજ પૂર્ણ કરી છે. જેપીસીના કલ્યાણ સંબંધિત સૂચનો અંગેની સંપૂર્ણ માહિતી જેપીસી સમિતિના નિયમો અનુસાર મીડિયાને આપવામાં આવશે.
વકફ સુધારા વિધેયક પર સૂચનો મેળવવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JCP)એ શુક્રવારે અમદાવાદની મુલાકાત લીધી હતી અને ગુજરાત વકફ બોર્ડ અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે અનેક બેઠક યોજી હતી. જેમાં વિવિધ પક્ષોના અધિકારીઓ અને આગેવાનોએ પોતાના મંતવ્યો અને વાંધા રજૂ કર્યા હતા.
બેઠકમાં સમિતિએ વકફ બોર્ડ સુધારા બિલ પર પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેપીસીએ ગુરૂવારે મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોનો પ્રવાસ શરૂ કર્યો હતો. આ બેઠક પ્રવાસ 1 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.
Read Also Dalit Student Facing Trouble in IIT Admission Gets Help from Supreme Court, Notice to be Issued