ઝુહાઈ એર શોમાં ચીને અંતરીક્ષમાં લડી શકે તેવા ૬ઠ્ઠી પેઢીના એડવાન્સ ફાઈટર જેટનું પ્રદર્શન કર્યુ
ચીને પોતાના ઝુહાઈ એર શોમાં એક એડવાન્સ ફાઈટર જેટનું અનાવરણ કર્યું, જેને જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. ચીનનો દાવો છે કે આ વિમાન સુપરસોનિક ઝડપે ઉડી શકે છે, જે પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળીને અંતરિક્ષમાં લડાઈ કરી શકશે.
ચીને ઝુહાઈ એર શોમાં દુનિયા સમક્ષ નવું એરક્રાફ્ટ રજૂ કર્યું છે. આ એરક્રાફ્ટ છઠ્ઠી પેઢીનું ગણાઈ રહ્યું છે જે પૃથ્વીના વાતાવરણમાંથી બહાર ઉડવા માટે પણ સક્ષમ છે. માત્ર ઉડી જ નહિ પરંતુ આ જેટ અંતરીક્ષમાં લડાઈ પણ કરી શકે છે. તેની ડિઝાઇન સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવી છે. જોકે અત્યારે તે એક મોડલ છે, જેને છઠ્ઠી પેઢીનું ફાઈટર જેટ કહેવામાં આવી રહ્યું છે. ચીનના એરોસ્પેસ અને સંરક્ષણ સમૂહ AVIC દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ ચાઈનીઝ ફાઈટર જેટની ક્ષમતા અવકાશમાં ચીનની મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ મોડલની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોમ્બેટ એરક્રાફ્ટની ડિઝાઇનમાં ભારે હવાથી જમીન પરના હથિયારો, અદ્યતન કોકપિટ એર્ગોનોમિક્સ અને અત્યાધુનિક એવિઓનિક્સ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (પીએલએએફ) ની રચનાની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ચીને ગુઆંગડોંગ પ્રાંતમાં ઝુહાઈ એર શો શરૂ કર્યો છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began