ચીને રજૂ કર્યુ સ્ટીલ્થ ફાયટર જેટ J-35A, એર ડિફેન્સમાં મોટી સિદ્ધિ
ચીને નવું સ્ટીલ્થ ફાઇટર જેટ J-35A રજૂ કર્યું છે. આ ફાઈટર જેટ અમેરિકાના F-35 ફાઈટર જેનો જવાબ હોવાનું કહેવાય છે. પાકિસ્તાન પણ ચીન પાસેથી J-35A ખરીદી રહ્યું છે.
અમેરિકા અને ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સે ઝુહાઈ એરશોમાં તેનું નવું પાંચમી પેઢીના ફાઈટર જેટ J-35Aને દુનિયા સમક્ષ રજૂ કર્યું છે. તે અમેરિકાના F-35નો જવાબ હોવાનું કહેવાય છે. ચીની સેનાનો દાવો છે કે આ ફાઈટર જેટ સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ છે અને તેને રડાર દ્વારા શોધી શકાતું નથી.
ચીની વાયુસેનાના કર્નલ નિયુ વેમ્બુએ કહ્યું કે J-35A મધ્યમ કદનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ છે જે એકસાથે અનેક ભૂમિકાઓ ભજવી શકે છે. પાકિસ્તાની સેનાએ આ ચીની ફાઈટર જેટ પણ ખરીદી લીધું છે અને તેનો સપ્લાય ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. પાકિસ્તાની પાયલોટ તેને ઉડાડવાની તાલીમ લઈ રહ્યા છે.
એક તરફ, સ્ટીલ્થ ફાઇટર જેટને ચીન અને પાકિસ્તાનની વાયુસેનામાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ભારતીય વાયુસેના હજુ પણ તેના સ્વદેશી ચોથી પેઢીના ફાઇટર જેટ તેજસના નવા સંસ્કરણની રાહ જોઈ રહી છે. અમેરિકન કંપની GE તેજસ ફાઈટર જેટના નવા વર્ઝન માટે એન્જિન નથી આપી રહી. તેણે કહ્યું છે કે હવે તે વર્ષ 2025માં તેનો સપ્લાય કરી શકશે.
એક તરફ જ્યાં ભારતીય વાયુસેના તેજસની રાહ જોઈ રહી છે તો બીજી તરફ તેનો સૌથી મોટો દુશ્મન ચીન એક પછી એક નવા ફાઈટર જેટને સામેલ કરી રહ્યું છે. એટલું જ નહીં ચીન પાકિસ્તાનને પણ આપી રહ્યું છે જેના કારણે ખતરો વધી રહ્યો છે. ભારતીય તેજસ સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ નથી.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him