કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને જસ્ટિન ટ્રુડોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા
ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. કેનેડામાં જ કેનેડિયન પત્રકાર દ્વારા કેનેડિયન વડાપ્રધાન ટ્રુડો વિશે આ અહેવાલથી સનસનાટી મચી ગઈ છે.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ ઘટવાને બદલે વધી રહ્યો છે, પરિસ્થિતિ વણસી રહી છે. કેનેડા બાદ ભારત સરકારે કેનેડાના ૬ રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. તેમને દેશ છોડવા માટે ૧૯મી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સંજોગોમાં કેનેડામાં જ કેનેડિયન પત્રકાર દ્વારા કેનેડિયન વડાપ્રધાન ટ્રુડો વિશે આ અહેવાલથી સનસનાટી મચી ગઈ છે.
કેનેડિયન પત્રકાર બોર્ડમેને તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારત સરકારના નિર્ણયને બંને દેશો વચ્ચે વધતા જતા અણબનાવનો સ્પષ્ટ સંકેત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કેનેડામાં સરકારી તંત્રમાં કેટલાક ખાલિસ્તાની તત્વો છે, તેઓ સંપૂર્ણ વર્ચસ્વ ધરાવે છે.
કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને જસ્ટિન ટ્રુડો પર ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, મોટાભાગના કેનેડિયન ટ્રુડોની કાર્ય પદ્ધતિથી નિરાશ થઈ રહ્યા છે. કેનેડાના લોકો આ સરકારથી ખૂબ જ કંટાળી ગયા છે. તેઓ સંસ્થાઓ પર વિશ્વાસ કરતા નથી, મીડિયા પર વિશ્વાસ કરતા નથી, જસ્ટિન ટ્રુડો પર વિશ્વાસ કરતા નથી.
તેમણે કહ્યું કે ભારત-કેનેડા સંબંધોની વર્તમાન સ્થિતિ ક્રાયોસ્ટેસિસ જેવી હશે. મને લાગે છે કે નવી સરકાર ન આવે ત્યાં સુધી ભારતીયોએ કેનેડાને ક્રાયો પોડમાં મૂકી દીધું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકાર ટ્રુડોને યોગ્ય નેતા ગણતી નથી.
તેમણે કહ્યું કે હાલમાં આગામી એક વર્ષમાં સંબંધોમાં સુધારાની કોઈ અવકાશ નથી. તેમણે કહ્યું કે એક વર્ષ પછી અહીં સરકાર બદલાવાની સંભાવના છે. નવી સરકાર આતંકવાદ વિરોધી અને ભારત તરફી હોઈ શકે છે.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine