કેનેડાના સાંસદોએ જ ટ્રુડોના રાજીનામાની માંગ કરી, ટ્રુડો માટે હવે કપરા ચઢાણ
જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદોએ જ તેમનું રાજીનામું માંગ્યું છે. ટ્રુડોના કારણે ભારત સાથેના સંબંધો બગડતા સાંસદો નારાજ થયા છે.
દરેક મોરચે મુશ્કેલીમાં ફસાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુસીબતો વધુ વધી શકે છે. જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદોએ જ તેમનું રાજીનામું માંગ્યું છે. કેનેડાના અગ્રણી દૈનિક ધ ગ્લોબ એન્ડ મેઈલના અહેવાલ અનુસાર ટ્રુડોની હકાલપટ્ટીની અરજી પર હસ્તાક્ષર કરવા માટે ઓછામાં ઓછા ૨૦ સાંસદો સંમત થયા છે.
કોકસના સભ્યો થોડા દિવસોમાં પાર્ટી નેતૃત્વમાંથી ટ્રુડોના સત્તાવાર રાજીનામાની માંગ કરે તેવી અપેક્ષા છે. ૩ લિબરલ સાંસદોએ ‘ધી ગ્લોબ એન્ડ મેઇલ‘ને જણાવ્યું હતું કે તેઓ માંગણીઓ બે તબક્કામાં રજૂ કરવાની અપેક્ષા રાખે છે. પ્રથમ સાંસદોને અઠવાડિયાના અંત સુધીમાં લેખિતમાં “શ્રી ટ્રુડોને પદ છોડવાની જરૂર છે તે જણાવવું; અને બીજું, ઓટાવામાં પાર્ટીની આગામી કોકસ મીટિંગમાં ઓપન માઇક્રોફોન સત્રમાં રજૂઆત કરવી.
શાર્લોટટાઉન લિબરલ સાંસદ સીન કેસીએ ખુલ્લેઆમ પાર્ટીના નેતા તરીકે ટ્રુડોના રાજીનામાની હાકલ કરી હતી. કેસીએ સીબીસી ન્યૂઝ નેટવર્કને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જસ્ટીન ટ્રુ઼ડો વિરૂદ્ધ મને જે સંદેશો મળી રહ્યો છે તે જોરદાર અને સ્પષ્ટ છે – અને સમય જતાં વધુ મજબૂત થઈ રહ્યો છે – કે હવે (ટ્રુડો) જવાનો સમય છે… અને હું સંમત છું. ટ્રુડોના નેતૃત્વ અંગે લિબરલ કોકસને મોટી ચિંતા છે.
કેનેડાના વડા પ્રધાનના નિવેદન બાદ, કન્ઝર્વેટિવ પાર્ટી ઑફ કેનેડાના નેતા પોઇલીવેરે કહ્યું, “જસ્ટિન ટ્રુડો જૂઠું બોલે છે… તેઓ લિબરલ કૉકસના બળવાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ જાણી જોઈને બેઇજિંગને દખલ કરવાની મંજૂરી આપી છે જેણે તેમને ૨ ચૂંટણી જીતવામાં મદદ કરી.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him