38°C
November 22, 2024
Entertainment

ઐશ્વર્યા બાદ આલિયા ભટ્ટ અને તેની નણંદ વચ્ચે ખટરાગ, આલિયાએ નણંદ રિદ્ધિમાને ગણાવી સૌથી મોટી ગોસિપર

  • October 24, 2024
  • 1 min read
ઐશ્વર્યા બાદ આલિયા ભટ્ટ અને તેની નણંદ વચ્ચે ખટરાગ, આલિયાએ નણંદ રિદ્ધિમાને ગણાવી સૌથી મોટી ગોસિપર

આલિયા ભટ્ટે પોતાની નણંદ રિદ્ધિમા કપૂરને પરિવારની સૌથી મોટી ગોસિપ ક્વિન ગણાવી છે. આલિયાએ કહ્યું કે રિદ્ધિમા પાસે દરેક સમાચાર અને ગપસપ હોય છે. તે રણબીર કપૂર કરતાં વધુ ગોસિપ કરે છે. જો કે બોલિવૂડ જાણકારો કહી રહ્યા છે કે આલિયાએ ધ્યાનપૂર્વક બોલવું જોઈએ ક્યાંક ઐશ્વર્યા રાય જેવા સંબંધો ના વણસી જાય.

કરણ જોહરે એક સમયે કરીના કપૂર ખાનને બોલિવૂડની સૌથી મોટી ગોસિપ ક્વીન કહી હતી. કરણે કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે, કરીના ઈન્ડસ્ટ્રીમાં બધાથી વાકેફ છે. પરંતુ હવે આલિયા ભટ્ટે ભાભી રિદ્ધિમા કપૂરને ગોસિપર અને ગિગલરકહી છે. આલિયાએ કહ્યું કે રિદ્ધિમા રણબીર કપૂર કરતાં વધુ ધારદાર ગપસપ કરે છે.

રિદ્ધિમા કપૂર સાહની હાલમાં ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સની ત્રીજી સીઝનમાં જોવા મળી રહી છે. તાજેતરમાં શરૂ થયેલા આ શોથી તેણે સ્ક્રીન ડેબ્યુ કર્યું છે. તે વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર પણ છે. હવે, આ શોના પ્રમોશન વચ્ચે, આલિયા ભટ્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આલિયાએ નણંદ રિદ્ધિમાને પરિવારની સૌથી મોટી ગોસિપ ક્વીન કહી છે. તેણે રિદ્ધિમાને ચીડવતાં કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું રહસ્ય જાણે છે, જે વાસ્તવમાં સાચું નીકળે છે.

આલિયાએ કહ્યું, ‘દુનિયામાં જો કોઈ એવું છે જે તમામ સમાચાર જાણે છે, તો તે રિદ્ધિમા છે.તે ખૂબ જ સરળતા સાથે મોટા ગપસપ બોમ્બ ફેંકે છે. તેની પાસે રણબીર કરતાં વધુ માહિતી છે.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *