આલિયા ભટ્ટે પોતાની નણંદ રિદ્ધિમા કપૂરને પરિવારની સૌથી મોટી ગોસિપ ક્વિન ગણાવી છે. આલિયાએ કહ્યું કે રિદ્ધિમા પાસે દરેક સમાચાર અને ગપસપ હોય છે. તે રણબીર કપૂર કરતાં વધુ ગોસિપ કરે છે. જો કે બોલિવૂડ જાણકારો કહી રહ્યા છે કે આલિયાએ ધ્યાનપૂર્વક બોલવું જોઈએ ક્યાંક ઐશ્વર્યા રાય જેવા સંબંધો ના વણસી જાય.
કરણ જોહરે એક સમયે કરીના કપૂર ખાનને બોલિવૂડની સૌથી મોટી ગોસિપ ક્વીન કહી હતી. કરણે કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે, કરીના ઈન્ડસ્ટ્રીમાં બધાથી વાકેફ છે. પરંતુ હવે આલિયા ભટ્ટે ભાભી રિદ્ધિમા કપૂરને ‘ગોસિપર‘ અને ‘ગિગલર‘ કહી છે. આલિયાએ કહ્યું કે રિદ્ધિમા રણબીર કપૂર કરતાં વધુ ધારદાર ગપસપ કરે છે.
રિદ્ધિમા કપૂર સાહની હાલમાં ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સની ત્રીજી સીઝનમાં જોવા મળી રહી છે. તાજેતરમાં શરૂ થયેલા આ શોથી તેણે સ્ક્રીન ડેબ્યુ કર્યું છે. તે વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર પણ છે. હવે, આ શોના પ્રમોશન વચ્ચે, આલિયા ભટ્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આલિયાએ નણંદ રિદ્ધિમાને પરિવારની સૌથી મોટી ગોસિપ ક્વીન કહી છે. તેણે રિદ્ધિમાને ચીડવતાં કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું રહસ્ય જાણે છે, જે વાસ્તવમાં સાચું નીકળે છે.
આલિયાએ કહ્યું, ‘દુનિયામાં જો કોઈ એવું છે જે તમામ સમાચાર જાણે છે, તો તે રિદ્ધિમા છે.‘ તે ખૂબ જ સરળતા સાથે મોટા ગપસપ બોમ્બ ફેંકે છે. તેની પાસે રણબીર કરતાં વધુ માહિતી છે.
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving