38°C
December 3, 2024
Entertainment

આમિર ખાનના પૂર્વ સસરાનું નિધન, પરફેક્ટનિસ્ટ માતા સાથે પહોંચ્યો અંતિમ દર્શને

  • October 2, 2024
  • 1 min read
આમિર ખાનના પૂર્વ સસરાનું નિધન, પરફેક્ટનિસ્ટ માતા સાથે પહોંચ્યો અંતિમ દર્શને

આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તાના પિતાનું અવસાન થયું છે. સમાચાર મળતાં જ આમિર તેની માતા ઝીનત હુસૈન સાથે તેના અંતિમ દર્શન માટે પહોંચ્યો છે. આમિરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડ એક્ટર આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તાના પિતાનું નિધન થયું છે. આમિર તેની માતા સાથે રીનાના ઘરે તેના અંતિમ દર્શન માટે પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આમિર રીનાના ઘરેથી નીકળીને તેની કારમાં જતો જોવા મળ્યો છે.

આમિર ખાને તેની પહેલી પત્ની રીના દત્તા સાથે ૧૯૮૬માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને ૨ સંતાનની પ્રાપ્તિ થઈ છે. જેમાં પુત્રી ઈરા અને પુત્ર જુનૈદનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૨માં આમિર અને રીના દત્તાએ છુટાછેડા લીધા હતા.

વર્ષ ૨૦૦૫માં આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ૧૫ વર્ષ બાદ તેઓ ૨૦૨૧માં અલગ થઈ ગયા હતા. તેમને સરોગસી દ્વારા એક પુત્ર આઝાદ છે.

આ વર્ષની શરૂઆતમાં કિરણે એક ઈન્ટરવ્યુમાં રીના વિશે વાત કરતા કહ્યું હતું કે આમિરથી છૂટાછેડા લીધા બાદ રીના પરિવારનો એક ભાગ રહી ગઈ હતી. તેણે કહ્યું- રીનાએ ક્યારેય પરિવારને છોડ્યો નથી… અમે ખરેખર સારા મિત્રો બની ગયા કારણ કે તે ખૂબ જ સારી વ્યક્તિ છે, હું તેને ખૂબ પ્રેમ કરું છું.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *