જયપુર વિવાદ પર તૃપ્તિ ડમરીનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું, મેં કોઈ જ કમિટમેન્ટ કર્યુ નહતું
બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી પર આરોપ છે કે તેણે જયપુરમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે પૈસા લીધા અને પછી ત્યાં પહોંચી નહીં. હવે આ મુદ્દે તૃપ્તિ ડિમરી તરફથી પ્રતિક્રિયા આવી છે. અભિનેત્રીની ટીમે જણાવ્યું છે કે, આવું કોઈ કમિટમેન્ટ થયું નથી અને કોઈ એકસ્ટ્રા પેમેન્ટ લેવામાં આવ્યું નથી.
બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ આજે ૨ ઓક્ટોબરે જયપુર મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં હાજરી ન આપવા અંગે સ્પષ્ટતા કરી છે. તૃપ્તિ ડિમરીની ટીમે બુધવારે અભિનેત્રી વતી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં અભિનેત્રીએ જયપુર મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો ઇનકાર કર્યો છે.
તૃપ્તિ ડિમરી તેની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો માટે ચાલી રહેલા પ્રમોશનલ અભિયાન દરમિયાન વ્યાવસાયિક જવાબદારીઓને પૂર્ણપણે નિભાવી છે. અભિનેત્રીએ ફિલ્મ સંબંધિત તમામ નિર્ધારિત કાર્યક્રમો અને ઈવેન્ટમાં ભાગ લીધો છે.
તૃપ્તિ ડિમરીની પીઆર ટીમ જણાવે છે કે, ઉલ્લેખનીય છે કે તેણે પોતાની ફિલ્મના પ્રમોશનલ ડ્યુટી સિવાયના કોઈ અંગત દેખાવ કે ઈવેન્ટમાં ભાગ લીધો નથી, ન તો તેણે તેના માટે કોઈ કમિટમેન્ટ કર્યુ છે. તે સ્પષ્ટ કરવું અગત્યનું છે કે આવી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી માટે કોઈ વધારાની ફી અથવા ચુકવણી લેવામાં આવી નથી.
Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving