કોંગ્રેસ નેતા શશિ થરૂરે ‘X’ પર તેમના સ્થિર ફોલોઅર્સની સંખ્યા પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ નેતા શશિ થરૂરે ‘X’ પર તેમના સ્થિર ફોલોઅર્સની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે કે, છેલ્લા ચાર વર્ષથી તેમના ફોલોઅર્સની સંખ્યા 84 લાખની આસપાસ રહી છે. થરૂરે આ અંગે ઈલોન મસ્કને પત્ર પણ લખ્યો હતો, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલોઅર્સની સંખ્યા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. થરૂરે, ભારતમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંના એક છે. તેમણે એમ પણ કહ્યું કે ‘X’ ના માલિક એલોન મસ્કને આ મુદ્દે એક પત્ર લખ્યો હતો, પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.
થરૂરની પોસ્ટ પર એક ‘X’ યુઝરે એલોન મસ્કને ટેગ કરીને કહ્યું હતું કે, વિવિધ વિચારધારાના લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હોવા છતાં, ડૉ. શશિ થરૂરના X પર શા માટે ફોલોઅર્સ 84 લાખ પર સ્થિર છે? પોસ્ટના જવાબમાં થરૂરે કહ્યું, છેલ્લા ચાર વર્ષથી આ સ્થિતિ છે. લગભગ છ મહિના સુધી ડેટાની સમીક્ષા કરી અને એક વિચિત્ર પેટર્ન જોવા મળી કે મારા ફોલોઅર્સની સંખ્યા દરરોજ 1,000 થી વધુ વધી છે, લગભગ 60-70 મને દરરોજ અનફોલો કરે છે, પરંતુ મારા કુલ ફોલોઅર્સની સંખ્યા 84.95 લાખથી વધી નથી.”