રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાયપુર(છત્તીસગઢ)માં કરાયું ભવ્ય સ્વાગત, ૭૦ લાખ મહિલાઓને મળશે દિવાલી ગિફ્ટ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની ૨ દિવસની મુલાકાતે છે. તેઓ રાયપુર પહોંચ્યા છે. તેમણે AIIMSના દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો છે. 26 ઓક્ટોબરે તે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે અને IIT ભિલાઈ અને આયુષ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે 70 લાખ મહિલાઓને મહતરી વંદન યોજનાની રકમ જાહેર કરશે અને પુરખૌતિ મુક્તાંગન સંકુલનું ઉદ્ઘાટન કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની ૨ દિવસીય મુલાકાતે છે. અહીં તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજધાની રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર રાજ્યપાલ રામેન ડેકા અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટ પરથી તેણીએ AIIMSના દીક્ષાંત સમારોહમાં સીધી હાજરી આપી છે. અહીં તેણીએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો.
રાષ્ટ્રપતિ મુર્મુ તેમની મુલાકાત દરમિયાન ઘણા વધુ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આમાં રાયપુર NIT, IIT ભિલાઈ અને આયુષ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ મુર્મુ રાયપુર એઈમ્સ અને એનઆઈટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ નવા રાયપુરમાં પુરખૌટી મુક્તાંગન સંકુલમાં સુરગુજા બ્લોકનું ઉદ્ઘાટન પણ કરશે. જેને લઇ સમગ્ર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
26 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ મુર્મુ રાયપુરના જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. આ પછી તે IIT ભિલાઈ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેમોરિયલ હેલ્થ સાયન્સ અને આયુષ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
રાષ્ટ્રપતિ મુર્મુ છત્તીસગઢ સરકારની મહતરી વંદન યોજના હેઠળ 70 લાખ મહિલાઓને 9મા હપ્તાની રકમ પણ રિલીઝ કરશે. તે આ યોજના સાથે જોડાયેલી મહિલાઓ સાથે પણ વાત કરશે.
છત્તીસગઢમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજધાની રાયપુરને પણ આ માટે સજાવવામાં આવ્યું છે. VIP મુવમેન્ટના કારણે અનેક જગ્યાએ ટ્રાફિકને પણ અસર થશે.