યોગી આદિત્યનાથે કરી મોટી જાહેરાત, માત્ર ૨૫૦૦ના રજિસ્ટ્રેશનથી મેળવી શકાશે ૧ લાખના કૃષિ સાધનો
ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સૌથી મોટી જાહેરાત કરી છે. જેમાં 10,000 થી 1 લાખ રૂપિયા સુધીની કિંમતના કૃષિ સાધનો માટે, રજિસ્ટ્રેશન ફી 2,500 રૂપિયા હશે, જ્યારે 1 લાખ રૂપિયાથી વધુની કિંમતના કૃષિ સાધનો માટે, આ રકમ 5,000 રૂપિયા હશે.
ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના હિતમાં યોગી સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમકે ખેડૂતોને કૃષિ મશીનરી, કૃષિ સંરક્ષણ સાધનો, કસ્ટમ હાયરિંગ સેન્ટર, કસ્ટમ હાયરિંગ માટે હાઇ-ટેક હબ, થ્રેશિંગ ફ્લોર અને નાના વેરહાઉસ પર અનુદાન મેળવવાની તક વગેરેનો સમાવેશ થાય છે.
હવે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. 10,000 થી 1 લાખ રૂપિયા સુધીની કિંમતના કૃષિ સાધનો માટે, રજિસ્ટ્રેશન ફી 2,500 રૂપિયા હશે, જ્યારે 1 લાખ રૂપિયાથી વધુની કિંમતના કૃષિ સાધનો માટે, આ રકમ 5,000 રૂપિયા હશે. કૃષિ સાધનો પર અનુદાન માટે અરજી વેબસાઇટ www.agriculture.up.gov.in પર કરવાની રહેશે.
આ સાથે અરજદારો પોતાના કે પરિવારના મોબાઈલ નંબર પરથી જ અરજી કરી શકશે. બુકિંગની તારીખથી 10 દિવસની અંદર પોર્ટલ પર કૃષિ બિલ અપલોડ કરવું ફરજિયાત રહેશે. પ્રક્રિયા હેઠળ, પોર્ટલ પર ઉપલબ્ધ મોબાઇલ નંબર પર OTP પ્રાપ્ત થશે. જો નિર્ધારિત સમયગાળામાં બિલ અપલોડ કરવામાં નહીં આવે, તો બુકિંગ રદ કરવામાં આવશે.
ખેડૂતોએ અરજી કરતી વખતે મશીનરી મુજબની બુકિંગ રકમ ઓનલાઈન જમા કરાવવાની રહેશે. બુકિંગની રકમ એવા ખેડૂતોને રિફંડ કરવામાં આવશે કે જેઓ લક્ષ્યાંક પૂરો નહીં કરે અને ઇ-લોટરીમાં પસંદ ન થયા હોય.
Read Also Ratan Tata Death: When and Where Can People Pay Their Respects? When Will the Funeral Take Place?