હરિયાણાના ચૂંટણી પરિણામોની અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું- રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર ચૂંટણી પરિણામો પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. હરિયાણામાં પાર્ટીની હારથી રાહુલ ગાંધી પણ નારાજ છે. તેમણે કહ્યું કે કેટલીક ફરિયાદો મળી છે જેની માહિતી ચૂંટણી પંચને આપવામાં આવશે.
હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલે કહ્યું કે, તેઓ આ પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ એક્ઝિટ પોલ કોંગ્રેસ તરફી હોવા છતાં કોંગ્રેસ હરિયાણામાં સત્તામાં આવી શકી નહતી. હરિયાણામાં ભાજપે 48 બેઠકો જીતીને હેટ્રિક ફટકારી છે જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે.
રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું છે અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરશે.
હરિયાણાની જનતાના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર માનું છું. અમે અધિકારો માટે, સામાજિક અને આર્થિક ન્યાય માટે, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.
ઉલ્લેખનીય છે કે તમામ એક્ઝિટ પોલમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતની આગાહી કરવામાં આવી હતી. શરૂઆતમાં કોંગ્રેસ આગળ દેખાતી હતી પરંતુ વાસ્તવિક પરિણામો તેનાથી વિપરીત આવ્યા હતા. આ વખતે હરિયાણાની જનતાએ સરકાર બનાવવાની આશા રાખતી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
Read Also Atishi Moves Into Delhi CM Residence, Vacated by Arvind Kejriwal Three Days Ago