ઝાકિર નાઈકે પાકિસ્તાનનું નાક કાપ્યું, ભારતના કર્યા વખાણ
ઝાકિર નાઈકે પાકિસ્તાનમાં જ પાકિસ્તાનીઓની મજાક ઉડાવી હતી. આ ઉપરાંત તેણે ભારતના વખાણ પણ કર્યા. આ ઘટનાથી પાકિસ્તાનની આતંરરાષ્ટ્રીય સ્તરે જગહંસાઈ થઈ ગઈ છે.
ઈસ્લામિક પ્રવચનકર્તા ઝાકિર નાઈક પાકિસ્તાનના પ્રવાસે છે. તેણે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની આકરી ટીકા કરી છે, કારણ કે એરલાઇન્સે તેના વધારાના સામાન માટે ફી માફ કરી નહતી. જેનાથી નારાજ નાઈકે ભારતના વખાણ કરવા માંડ્યા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં નાઈકે કહ્યું કે તેને પાકિસ્તાનમાં એટલું સન્માન નથી મળ્યું જેટલું ભારતમાં મળ્યું. ઝાકિર નાઈક આ કાર્યક્રમ માટે પાકિસ્તાન સરકારના આમંત્રણ પર સ્ટેટ ગેસ્ટ તરીકે પાકિસ્તાનની મહેમાનગતિ માણી રહ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી PIAએ ઝાકિર નાઈકને 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી હતી છતાં તે અસંતુષ્ટ હતો. આ પછી જ તેણે પાકિસ્તાનમાં જ પાકિસ્તાન વિરૂદ્ધ ઝેર ઓક્યું.
ભારતના વોન્ટેડ ઝાકિર નાઈકે ભારતના વખાણ કરતા કહ્યું કે, ભારતમાં ઘણી વખત એરલાઈન્સ દ્વારા તેને વધારાના સામાન પર ભાડું માફ કરવામાં આવે છે. તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં તેને જે સન્માન મળવું જોઈએ તે નથી મળ્યું.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began