એચ એલ કોલેજમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા, આઈટી એન્ટરપ્રિન્યોર નિખિલ જૈન અને તેમનું ગ્રૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નવરાત્રિમાં ખેલૈયાઓનું મન મોર બનીને થનગનાટ કરતું હોય છે અને તન રાસ ગરબામાં તરબતર બનતું હોય છે. આવો જ માહોલ એચ એલ કોલેજમાં જોવા મળ્યો હતો. જો કે ખેલૈયાઓમાં આઈટી એન્ટરપ્રિન્યોર નિખિલ જૈન અને તેમનું ગ્રૂપ લાઈમલાઈટમાં રહ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
ગુજરાતના ગરબાને આજે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ મેળવી ચૂક્યા છે. વિદેશીઓ પણ રાસ-ગરબાના તાલે ઝુમતા જોવા મળે છે. વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવનું ગૌરવ આપણા ગુજરાતને મળ્યું છે. તેમાંય ગુજરાતીઓની નવરાત્રિ ઉજવણીનું તો પુછવું જ શું ? ગુજરાત અને તેમાંય સૌથી વધુ ધબકતું શહેર એટલે અમદાવાદ.
અમદાવાદમાં નવરાત્રિની ઉજવણીમાં સૌ ભકતો માતાજીની આરાધના કરે છે. સૌ કોઈ સંગીતના તાલે રાસ-ગરબા રમી તહેવારને માણે છે. અમદાવાદનું નવરાત્રિ સેલીબ્રેશનનું બેસ્ટ ડેસ્ટિનેશન પૈકીનું એક એટલે એચ એલ કોલેજનું થન્ડર ગ્રાઉન્ડ. આ થન્ડર ગ્રાઉન્ડનું એનર્જેટિક એનવાયરોન્મેનટ ગમે તે વ્યક્તિને રાસ- ગરબા રમવા મજબૂર કરી દે તેવું પાવરફુલ છે.
એચ એલ કોલેજમાં થયેલ નવરાત્રિની ઉજવણીમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. વિવિધ ગ્રૂપોમાં ખેલૈયાઓ પરંપરાગત અને ભાતીગળ પોષાકમાં મોડી રાત સુધી ગરબા રમ્યા હતા. આ ગ્રૂપોમાં આઈટી એન્ટરપ્રિન્યોર નિખિલ જૈનનું ગ્રૂપ લાઈમ લાઈટમાં રહ્યું હતું.
નિખિલ જૈન એક આઈટી પ્રોફેશનલ અને એન્ટરપ્રિન્યોર છે. આજે આઈટી ફિલ્ડમાં તેઓ કોઈ ઓળખાણના મહોતાજ નથી. તેઓ આધુનિક વિચારસરણી ધરાવતા હોવા છતાં પરંપરાગત ગુજરાતી પોષાકમાં એચ એલ કોલેજમાં નવરાત્રિની ઉજવણી માટે આવ્યા હતા. આ પોષાકમાં તેમનું ગુજરાતીપણું છલકતું હતું. તેઓ કોમપ્યુટર અને માર્કેટિંગ ક્ષેત્રે અગ્રણી હોવા છતાં તેમની પોલાઈટનેસ સૌ કોઈને આકર્ષતી હતી. તેમનો ગરબા પ્રેમ ઉડીને આંખે વળગતો હતો. તાજેતરમાં તેઓ દુબઈનો પ્રવાસ કરીને આવ્યા હોવા છતા આપણી ગુજરાતી સાંસ્કૃતિ પરંપરા મુજબ ગરબા રમ્યા હતા.
નિખિલ જૈનની સાથે ગરબા રમવામાં તેમની સાથે વૃષ્ટિ રાવ, દેવ સોલંકી, દેવ બારોટ, જતિન, પૂજન, નિરવ સોલંકી, દેવાંગ પટેલ, શશાંક જૈન વગેરે જોડાયા હતા. નિખિલ જૈનના આ ગ્રુપે મોડી રાત સુધી રાસ-ગરબાની રમઝટ માણી અને ખૂબ મોજ મસ્તી કરી હતી. એચ એલ કોલેજમાં નવરાત્રિની ઉજવણીમાં આ ગ્રૂપ લાઈમ લાઈટમાં રહ્યું હતું.
Read Also શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિરને ભવ્ય રીતે શોભાયમાન કરાયું