આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ માટે સરકારી આવાસની માંગ કરી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે માત્ર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એટલે કે નેશનલ કન્વીનર છે. જો કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ હોવાથી આ પક્ષના રાષ્ટ્રીય સંયોજકને સરકાર એક આવાસ પૂરૂ પાડે તેવી માંગણી આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કરી છે.
આવતીકાલે દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. હવે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી આવાસ જેવી સરકારી સુવિધાઓનો લાભ જતો કરવો પડશે. જો કે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. તેથી તેમને સરકારે આવાસ પૂરૂ પાડવું જોઈએ તેવી માંગણી આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કરી છે.
આમ આદમી પાર્ટીના સાંસદ અને યુવા નેતા રાઘવ ચઢ્ઢાએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે એક સરકારી આવાસની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી નથી પરંતુ તેઓ રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. તેથી સરકારે તેમને એક આવાસ પૂરૂ પાડવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાનું વચન પાળ્યું છે અને રાજીનામું આપી દીધું છે પોતાના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીને તક આપી છે.