કેનેડામાં ૬.૫ તીવ્રતાનો ભૂકંપ, બ્રિટિશ કોલંબિયા ધૃજી ઉઠ્યું
કેનેડાના બ્રિટિશ કોલંબિયાની ધરતી પર ૨ વખત ભૂકંપના આંચકા આવ્યા. પ્રથમ ભૂકંપની તીવ્રતા 6.5 હતી. આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના નોર્ધન કોસ્ટ પર ૨ વાર ભૂકંપ આવ્યો. પ્રથમ ધરતીકંપની તીવ્રતા ઘણી વધારે હતી. ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. જોરદાર ધ્રુજારીના કારણે લોકો ડરી ગયા.
યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે પ્રથમ ભૂકંપની તીવ્રતા 6.5 હતી. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 3.20 કલાકે આવ્યો હતો. તેનું એપીસેન્ટર વાનકુવરની ઉત્તરે લગભગ 1,720 કિલોમીટર (1,069 માઇલ) દૂર હૈડા ગ્વાઇ દ્વીપસમૂહની ટોચ પર હતું.
નેચરલ રિસોર્સિસ કેનેડાએ જણાવ્યું કે, લગભગ એક કલાક પછી એ જ વિસ્તારમાં 4.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું કે ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. બ્રિટિશ કોલંબિયાના સેન્ડસ્પિટમાં ધ વિલોઝ ગોલ્ફ કોર્સના ફૂડ એન્ડ બેવરેજ મેનેજર બેન વિલ્સને જણાવ્યું હતું કે તેઓ વેકેશન પર ઘરે હતા. અચાનક જ તેને લાગ્યું કે પૃથ્વી ધ્રૂજી રહી છે.