ટ્રમ્પ પર થનાર બીજા જીવલેણ હુમલાના આરોપી રાયન વેસ્લીની ધરપકડ કરાઈ
ફ્લોરિડા ગોલ્ફ કોર્સની બાઉન્ડ્રી નજીક રાયન વેસ્લી રૂથની ધરપકડ કરવામાં આવી છે. આ રાયન વેસ્લી રૂથને ટ્રમ્પ પર બીજીવારના જીવણેલ હુમલાનો મુખ્ય આરોપી માનવામાં આવે છે.
યુએસ મીડિયા અનુસાર ફ્લોરિડા ગોલ્ફ કોર્સની બાઉન્ડ્રી નજીક રાયન વેસ્લી રૂથની ધરપકડ કરવામાં આવી છે. આ રાયન વેસ્લી રૂથને ટ્રમ્પ પર બીજીવારના જીવણેલ હુમલાનો મુખ્ય આરોપી માનવામાં આવે છે.
યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ ટ્રમ્પના ફ્લોરિડા ગોલ્ફ કોર્સ પાસે ટ્રમ્પ પર થયેલા હુમલાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ઘટનાસ્થળે ઝાડવામાં છુપાયેલો હતો ત્યાંથી તે કાળી કારમાં ભાગી ગયો હતો.
CNN અને CBSએ અહેવાલ આપ્યો છે કે રૂથ હવાઈમાં હાઉસિંગ બિલ્ડર છે જેની અનેકવાર ધરપકડ થઈ ચૂકી છે. તે રાજકારણ અને વર્તમાન ઘટનાઓ પર નિયમિતપણે પોસ્ટ કરતો હતો. જેમાં તેણે અનેકવાર રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ટ્રમ્પની ટીકાઓ પણ કરી હતી.
ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર માર્ચ 2022માં એક એક્સ પોસ્ટમાં રાયન વેસ્લીએ જણાવ્યું હતું કે, હું ક્રાકોવ જવા અને યુક્રેનની બોર્ડર પર જવા માટે સ્વયંસેવક અને લડવા અને મરવા માટે તૈયાર છું. ફેબ્રુઆરી 2022માં રશિયાએ આક્રમણ કર્યું ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનનું ચુસ્ત સમર્થન છે.