લીકર કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કેસમાં શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. આ પછી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી.
શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હી લીકર કેસમાં જામીન મળતા જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. અરવિંદ કેજરીવાલના જામીન પર નેતાઓની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
દિલ્હી સીએમના પત્ની સુનીતા કેજરીવાલે લખ્યું, “આમ આદમી પાર્ટી પરિવારને અભિનંદન ! હું અમારા અન્ય નેતાઓની વહેલી મુક્તિ માટે પણ શુભેચ્છા પાઠવું છું.”
જામીન દરમિયાન અરવિંદ કેજરીવાલ પર કેટલાક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. તેઓ તેમની ઓફિસમાં જઈ શકશે નહીં કે સરકારી ફાઈલો પર સહી કરી શકશે નહીં. અરવિંદ કેજરીવાલને મળેલી જામીન 2024ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની તૈયારીઓ અને પ્રવૃત્તિઓને નવી ગતિ આપશે.