હવે ભારતીય સેના અત્યાધુનિક ટેન્ક FRCVથી થશે સજ્જ, ૧.૪૫ લાખ કરોડના સંરક્ષણ સોદાને અપાઈ મંજૂરી
સમરીઃ
DAC એ રૂ. 1,44,716 કરોડના મૂલ્યની 10 દરખાસ્તોને મંજૂરી આપી છે. જેમાં યુદ્ધ ટેન્ક, એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર, ડોર્નિયર-228 એરક્રાફ્ટ, નેક્સ્ટ જનરેશન ફાસ્ટ પેટ્રોલ શિપ અને ઓફશોર પેટ્રોલિંગ જહાજોની ખરીદીનો સમાવેશ થાય છે.
સ્ટોરીઃ
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC), મંગળવારે રૂ. 1,44,716 કરોડની 10 મૂડી સંપાદન દરખાસ્તો માટે જરૂરી મંજૂરી (AON) મંજૂર કરી છે. ભારતીય સેનાના ટેન્ક ફ્લીટના આધુનિકીકરણ માટે ફ્યુચર રેડી કોમ્બેટ વ્હીકલ (FRCV) ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
DAC એ એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડારની પ્રાપ્તિ માટે AON ને પણ મંજૂરી આપી છે, જે હવાઈ લક્ષ્યોને ટ્રેક કરશે અને ફાયરિંગ કરશે. ફોરવર્ડ રિપેર ટીમ (ટ્રેક) માટે પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ સાધનસામગ્રી આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી બટાલિયન અને આર્મર્ડ રેજિમેન્ટ બંને દ્વારા કરી શકાય છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ની ક્ષમતાઓ વધારવા માટે ત્રણ AON ને મંજૂરી આપવામાં આવી છે. અદ્યતન ટેક્નોલોજી અને લાંબી રેન્જના ઓપરેશન્સ સાથે ડોર્નિયર-228 એરક્રાફ્ટ, નેક્સ્ટ જનરેશન ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ (પેટ્રોલ શિપ) અને નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ (પેટ્રોલ શિપ)ની ઉચ્ચ ઓપરેશનલ લાક્ષણિકતાઓ સાથે દરિયાઈ વિસ્તારોની દેખરેખ અને પેટ્રોલિંગ શોધ અને બચાવ અને આપત્તિ રાહત કામગીરી કરવા માટે ICG ની ક્ષમતામાં વધારો થશે.