પાકિસ્તાના નિવેદન મુદ્દે અખિલેશ યાદવે યોગી પર કર્યા આકરા વાકપ્રહાર
સમરીઃ
આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર ઉત્તર પ્રદેશના રાજકારણમાં બખેડો ઊભો થયો છે. દિગ્ગજ નેતાઓએ એકબીજા પર આક્ષેપ કરવામાં આઝાદી પર્વના ભાષણનો ઉપયોગ કર્યો છે. અખિલેશ યાદવે તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા વાકપ્રહાર કર્યા છે.
સ્ટોરીઃ
સ્વતંત્રતા દિવસની સ્પીચમાં અખિલેશ યાદવે કહ્યું કે, ‘દેશની સરહદો અસુરક્ષિત છે. પાડોશી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. દરરોજ આતંકી હુમલામાં જવાનોના જીવ જાય છે. આપણે વિચારવું પડશે કે સરહદો કેવી રીતે સુરક્ષિત કરવી. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે વિદેશ નીતિ પર માત્ર ભાષણબાજી કરી રહ્યા છે.
સપાના વડાએ જણાવ્યું હતું કે, ‘ભાજપે પહેલા જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાલી પડેલી 24 બેઠકો ભરવી જોઈએ. પછી કોઈ અન્ય દેશ(પાકિસ્તાન)ના ભારતમાં વિલીનીકરણની વાત કરવી જોઈએ.’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, ‘પાકિસ્તાન કાં તો ભારતમાં ભળી જશે અથવા તો ઇતિહાસમાંથી હંમેશા માટે ભૂંસાઈ જશે. યોગીના આ નિવેદન પર અખિલેશ યાદવે જમ્મુ કાશ્મીરની વિધાનસભાને ટાંકીને વાકપ્રહાર કર્યા હતા.