હવે જીટીયુના વિદ્યાર્થીઓને મળશે જીટીયુ સારથી નામક વર્ચ્યૂઅલ આસિસ્ટન્ટની સુવિધા
સમરીઃ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા જીટીયુ સારથીના નામથી શરૂ કરી છે. આ સુવિધા હેઠળ વિદ્યાર્થીઓને વર્ચ્યૂઅલ આસિસ્ટન્ટની સગવડ મળી રહેશે.
સ્ટોરીઃ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જીટીયુ સારથી નામક સુવિધા શરૂ કરી છે. જેમાં હવે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ચ્યૂઅલ આસિસ્ટન્ટની સગવડ મળી રહેશે.
જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને અન્ય સંબંધિત લોકોને જીટીયુ સારથીને લીધે ઘણી સુગમતા મળી રહેશે. જેમાં ડુપ્લિકેટ માર્કશીટ, ડીગ્રી વેરિફિકેશન, કોલેજ અથવા યુનિવર્સિટી ટ્રાન્સફર વગેરે જેવી માહિતી અને સપોર્ટ આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીની આ એપ્લિકેશન ડેસ્કટોપ, લેપટોપ અને મોબાઈલમાં રન થઈ શકશે. આ એપ્લિકેશનમાં યુઝર્સ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સચોટ અને ગ્રાહ્ય ભાષામાં મળશે. આ એપ્લિકેશન અંગ્રેજી ઉપરાંત હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ કાર્યરત છે. જેથી દરેક વિદ્યાર્થીઓ જીટીયુ સારથીનો લાભ સરળતાથી મેળવી શકશે.