શ્રમિક કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવાશે, સરકારના ગિગ પ્લેટફોર્મ પર નોંધણી આવશ્યક
સમરીઃ
ગિગ પ્લેટફોર્મ કામદારોને રોજગારી આપતી કંપનીઓએ ઈ-શ્રમ પોર્ટલ પર કર્મચારીઓની ફરજિયાત નોંધણી કરવી પડશે એમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ નિર્ણયને લીધે શ્રમિકો-કામદારોને સામાજિક સુરક્ષા મળી રહેશે.
સ્ટોરીઃ
ભારત સરકારના ગિગ પ્લેટફોર્મ અને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો અને કામદારોને સુરક્ષા મળી રહે તે માટે મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, સરળ અને કાર્યક્ષમ નોંધણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે એગ્રિગેટર્સ માટે ઓનલાઈન વિન્ડો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
માંડવિયાએ જે કંપનીઓ ગિગ દ્વારા કામદારોને રોજગારી પૂરી પાડે છે તેમને ખાસ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ગિગ પ્લેટફોર્મના કામદારોના કલ્યાણની સુરક્ષા માટેના મહત્વપૂર્ણ પગલાને જણાવતા માંડવિયાએ કહ્યું હતું કે, સરકાર કામદારોની સામાજિક સુરક્ષાઓને સુનિશ્ચિત કરવા વિવિધ માર્ગે સક્રિયતાથી કરી રહી છે.
માંડવિયાએ સરકારની કામદારોના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે જણાવ્યું હતું કે, ગિગ પ્લેટફોર્મ વર્કર્સ સહિત કાર્યબળના તમામ વર્ગોના સશક્તિકરણને સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. ભારતમાં દરેક કામદારોને ગમે તે દરજ્જાનો રોજગાર હોય તો પણ સામાજિક સલામતીનો અધિકાર પૂરો પાડવામાં આવે છે.