વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે કરી ઉષ્માસભર મુલાકત
સમરીઃ
આજે વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલા ખેલાડીઓ સાથે આત્મીય મુલાકાત કરી હતી. વડાપ્રધાને વિનેશ ફોગાટ અને મનુ ભાકર જેવા મહિલા ખેલાડીઓની પ્રશંસા કરી હતી.
સ્ટોરીઃ
આજે વડાપ્રધાને ઓલિમ્પિકમાંથી પરત ફરેલ ખેલાડીઓ સાથે મુલાકાત કરીને તેમને દેશ માટે ગૌરવ અર્જીત કર્યુ હોવાનું જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતની દીકરીઓએ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતીને શ્રી ગણેશ કર્યા હતા. મનુ ભાકરે ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મનુએ શાનદાર પ્રદર્શન કર્યું. અંકિતા ભકટે પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતું. મણિકા બત્રા, શ્રીજા અકુલાએ પણ શાનદાર પ્રદર્શન કરીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.
પીએમ મોદીએ ભારતીય ટીમના સભ્યોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન વિનેશ ફોગાટનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું કે, વિનેશે ત્યાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. વિનેશ ફોગાટ મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. વિનેશ કુસ્તીમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી. આ પણ અમારા માટે ગર્વની વાત છે.
ઓલિમ્પિકમાં 7 શૂટિંગ ઈવેન્ટ્સમાં ભારતીય શૂટર્સ ફાઇનલમાં પહોંચ્યા હતા. આવું પણ પહેલીવાર બન્યું છે.