ભારત અને અમેરિકા વચ્ચે યોજાતી INDUS-X સમિટનો આજથી પ્રાંરભ
સમરીઃ
આજે ૩જી INDUS-X સમિટ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે શરૂ થઈ છે. આ સમિટ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સહ-આયોજિત છે.
સ્ટોરીઃ
INDUS-Xને ગત વર્ષે 21 જૂને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન, ડીસીની મુલાકાત દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી.
9-10 સપ્ટેમ્બર દરમિયાન કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલ બે-દિવસીય INDUS-X સમિટની ૩જી આવૃત્તિ દરમિયાન ભારત અને યુએસ સંરક્ષણ ક્ષેત્રે વિચાર વિમર્શ કરશે.
ભારત-અમેરિકા બંને દેશોએ 2016 માં લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) સહિત મુખ્ય સંરક્ષણ અને સુરક્ષા કરારો પર હસ્તાક્ષર કર્યા છે જે એકમેકના સૈન્યને એકબીજાના બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
ઓક્ટોબર 2020માં, ભારત અને યુએસએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને ગાઢ બનાવવા BECA (મૂળભૂત વિનિમય અને સહકાર કરાર) કરાર પણ કર્યા છે.