બાહુબલી અને પુષ્પાએ પૂર પીડિતો માટે કરોડોનું દાન કર્યુ, ફેન્સે આપેલા અનહદ પ્રેમનો બદલો વાળ્યો
સમરીઃ
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરે આતંક મચાવ્યો છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર પ્રભાસ અને અલ્લુ અર્જુને પોતાના ફેન્સે આપેલા અનહદ પ્રેમનો બદલો વાળવા માટે આ પૂર પ્રકોપમાં રાહત કામગીરી માટે કરોડોનું દાન કર્યુ છે.
સ્ટોરીઃ
આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોમાં પૂરે તારાજી સર્જી છે. અનેક કલાકારો આ પૂરની સ્થિતિને હળવી કરવા મદદ કરી રહ્યા છે. જેમાં હવે પ્રભાસ અને અલ્લુ અર્જુન પણ સામેલ થયા છે.
મહેશબાબુ અને ચિરંજીવી બાદ હવે પ્રભાસ અને અલ્લુ અર્જુન પણ પૂર પીડિતોની વ્હારે આવ્યા છે. હાલમાં જ પ્રભાસે પૂર પીડિતોની મદદ માટે મુખ્યમંત્રીઓના રાહત ફંડમાં 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેણે બંને રાજ્યોને એક-એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
સોશિયલ મીડિયા પર પૂર પીડિતો માટે દાનની જાહેરાત કરતા પ્રભાસે લખ્યું કે તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પૂરને કારણે થયેલા નુકસાન અને વેદના માટે હું ખૂબ જ દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં, હું બંને રાજ્યોને ટેકો આપવા અને દરેકની સલામતી માટે પ્રાર્થના કરવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન કરી રહ્યો છું. તેવી જ રીતે, અલ્લુ અર્જુને તેલુગુ રાજ્યોના સીએમ રિલીફ ફંડમાં દરેક રાજ્યને 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.